અમદાવાદ: ગુજરાતમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ પક્ષો તાબડતોબ તૈયારીમાં લાગી ગયા છે. આ વચ્ચે ભાજપે (BJP) પણ હવે Mission 182 માટે કમરકસી છે. ભાજપના જુદા જુદા પાંચ રાજ્યોના કાર્યકરો ચૂંટણી રણનીતિ બનાવવા અને ભાજપનો પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ કાર્યકરોને ઝોન મુજબ પ્રચારની જવાબદારી સોંપવામાં આવશે.
ADVERTISEMENT
કાર્યકરોને ઝોન મુજબ કામગીરી સોંપાઈ
સૂત્રો મુજબ, વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપે 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન તથા બિહાર સહિત પાંચ રાજ્યોના કાર્યકરો ગુજરાત પહોંચી ગયા છે. આ કાર્યકરોને ઝોન મુજબ કામગીરી સોંપવામાં આવશે. જેમાં રાજસ્થાનના કાર્યકરોને ઉત્તર ઝોનની જવાબદારી સોંપાઈ છે, જ્યારે બિહારના કાર્યકરોને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપાઈ છે.
ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP સક્રિય
નોંધનીય છે કે, ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ, AAP તથા કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગયા છે. ભાજપ દ્વારા તમામ જિલ્લાઓમાં ‘વન-ડે, વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે AAP દ્વારા ઘરે ઘરે પ્રચાર શરૂ દેવાયો છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ તાજેતરમાં ગુજરાતમા તેમની સરકાર બનવા પર 8 જેટલા વચનોની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT