નર્મદામાં ભાજપના કાર્યકર્તાએ કોન્સ્ટેબલને માર્યો માર, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: રાજ્યમાં ગુણહખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા તેમણે નાથવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. હવે પોલીસ પર પણ હુમલા થવા…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: રાજ્યમાં ગુણહખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા તેમણે નાથવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. હવે પોલીસ પર પણ હુમલા થવા લાગ્યા છે ત્યારે આવી એક ઘટના નર્મદા જિલ્લામાં સામે આવી છે. નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર અને સાથે સાથે દારૂના કથિત બુટલેગર દિનેશ શાંતિલાલ વસાવાએ આમલેથા પોલીસ જવાન પર હુમલો કરી કારના કાચ તોડી નંખાયા હોવા બાબતની પોલીસ જવાને રાજપીપલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.

નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ઇન્દ્રવદન વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અગાઉ આમલેથા પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર વિસ્તારમાં નાઈટ રાઉન્ડની ફરજ દરમ્યાન દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે વોચમાં હતા. કોન્સ્ટેબલ વસાવા કેવડીયા કોલોની ખાતે બંદોબસ્ત પુરો કરી રાજપીપલા કાલાઘોડા પાસે ફોરેસ્ટ ક્વાટર્સમાં પોતાનું ક્વાટર્સ નજીક પોતાની ફોર વ્હીલ લઇ રાજપીપળા કાલા ઘોડા સર્કલ પાસે ગાડી લઈને આવેલા વ્યક્તિ સાથે ઉભા હતાં.

રાજપીપળા પોલીસ મથકમા નોંધાઈ ફરિયાદ 
આ સમયે  ચિત્રોલ ગામે રહેવાસી ઈંગ્લીશ દારૂનો બુટલેગર અને ભુતકાળમાં પ્રોહીબિશન હેઠળ ગુન્હાઓ પોલીસ મથકમા નોંધાયેલા હોય એવા દિનેશ શાંતિલાલ વસાવા અને એની સાથેના અન્ય બે અજાણ્યા વ્યક્તિઓએ પોલીસ જવાનને કહ્યું હતું કે “તું ગઇ કાલે નાઇટમાં દારૂ પકડવાની વોચમાં હતો તે તું બંધ કરી દેજો નહીંતર આનુ પરિણામ સારૂં નહી આવે તું મને હજુ બરાબર ઓળખતો નથી તેમ કહી ધાક ધમકી આપી હતી.અને તેની સાથેના અન્ય બે અજાણ્યા વ્યક્તિઓએ અપશબ્દો બોલી પોલીસ જવાનને માથામા મુક્કો માર્યો હતો, સાથે સાથે પોલીસ જવાન સાથે ઉભેલા વ્યક્તિને જાનથી મારવાની ધમકી આપી હતી.બીજી બાજુ તમામ લોકોએ પોલીસ જવાન છૂટો પથ્થરનો ઘા કર્યો હતો. પોલીસ જવાનોની સાથે ઉભેલા વ્યક્તિની ફોરવ્હીલ ગાડી ઉપર પથ્થરમારો કરી ગાડીઓના કાચ તોડી નાખી નુકશાન કર્યુ હતું. આ ઘટનાને લઈ કોન્સ્ટેબલ વસાવાએ રાજપીપળા પોલીસ મથકમા ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજપીપલા પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જોવાનું રહ્યું કે ભાજપ તેના નેતા પર એક્શન લેશે કે નહીં?

    follow whatsapp