ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે આ ધમધમાટ વચ્ચે હવે તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારી પસંદગીની પ્રક્રિયા પૂર જોશમાં ચાલી રહી છે. આમ આદમી પાર્ટી એક બાજુ યાદીઓ પર યાદીઓ બહાર પાડી રહી છે. ત્યારે અહેવાલો પ્રમાણે હવે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની પસંદગીની તૈયારી લગભગ પૂર્ણ થવા આવી છે. તેવામાં ભાજપમાં 75 વર્ષથી વધુની ઉંમર હોય અથવા આસપાસ હોય તેવા ઉમેદવારોને ટિકિટ નહીં અપાય એવા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે. તો ચલો જાણીએ કે આનાથી કયા દિગ્ગજ નેતાઓને ફટકો પડી શકે છે અને શું હશે આગામી ચૂંટણીના સમીકરણો….
ADVERTISEMENT
BJP બે ક્રાઈટેરિયા પર કાર્યરત..
ભાજપ દ્વારા ચૂંટણી પૂર્વે ખાસ ક્રાઈટેરિયા પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં એક તો 75 વર્ષની આસપાસની વય હોય તેમને ટિકિટ નહીં મળે. તથા બીજી બાજુ કોઈપણ દિગ્ગજ નેતા કેમ ન હોય તેમના પુત્ર, પુત્રી કે સંબંધીને પણ ટિકિટ આપવામાં આવશે નહીં. તેવામાં હવે ભાજપના આ નિર્ણયની સીધી અસર વર્તમાન ધારાસભ્યો અને નેતાઓ પર પડશે.
BJPના આ MLAની ઉંમર 75થી વધુ..
ઉંમર | નામ | બેઠક |
75 | ધનજી પટેલ | વઢવાણ |
75 | ડો.નીમાબેન આચાર્ય | ભુજ |
76 | જીતેન્દ્ર સુખડિયા | સયાજીગંજ |
76 | યોગેશ પટેલ | માંજલપુર |
78 | વલ્લભ કાકડિયા | બાપુનગર |
BJPના આ MLA 71થી 74 સુધીની ઉંમરના છે…
ઉંમર | નામ | બેઠક |
71 | કનુ દેસાઈ | પારડી |
72 | જેઠાભાઈ ભરવાડ | શહેરા |
72 | શંભુજી ઠાકોર | ગાંધીનગર દક્ષિણ |
72 | ભુપેન્દ્ર ચુડાસમા | ધોળકા |
73 | ગોવિંદભાઈ પટેલ | રાજકોટ દક્ષિણ |
74 | બાબુભાઈ પટેલ | દસક્રોઈ |
ભાજપના નિર્ણયથી દિગ્ગજોને પડી શકે છે ફટકો…
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઘણા વર્તમાન ધારાસભ્યો એવા છે જેમની ઉંમર 75થી વધુ છે અથવા તો આસપાસ છે. તેવામાં જોવા જઈએ તો ભાજપની નવી ફોર્મ્યુલાથી આમને ટિકિટ મળવાના એંધાણ નહિવત જણાઈ રહ્યા છે. કારણ કે ભાજપ દ્વારા ટિકિટ વહેંચણીમાં કોઈ બાંધછોડ નહીં કરાય એવું લાગી રહ્યું છે. અત્યારે જે પ્રમાણે સમીકરણો જોવા મળી રહ્યા છે તથા ત્રિપાંખિયો જંગ પણ જામ્યો છે ત્યારે લાગી રહ્યું છે કે જનતાની સેવા અને વિકાસલક્ષી કાર્યોને આગળ વધારવા માટે ભાજપ એવા મૂરતિયાઓ જ પસંદ કરશે, જેઓ જનતાનો અવાજ બની શકે.
ADVERTISEMENT