અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આવેલા ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસના અનેક કિલ્લા ધ્વસ્ત થઈ ગયા. 2017માં 77 બેઠક જીતનારી કોંગ્રેસ 2022માં 17 બેઠકો પર આવી ગઈ. તેમાં પણ સૌરાષ્ટ્રને કોંગ્રેસને ગઢ કહેવાત ત્યાં પણ આ વખતે કમળ ખીલ્યા છે. સૌરાષ્ટ્રની 54માંથી ભાજપે 46 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 3 જ બેઠક મળી છે અને પહેલીવાર ચૂંટણી લડનારી આમ આદમી પાર્ટીને 4 સીટો મળી છે. જે કોંગ્રેસ માટે ખૂબ જ ચોંકાવનારી બાબત છે. 12 જિલ્લામાંથી 7 જિલ્લાની તમામ બેઠકો ભાજપને મળી છે, જ્યારે માત્ર 3 જિલ્લામાં જ કોંગ્રેસને સીટ મળી છે.
ADVERTISEMENT
કચ્છની તમામ બેઠકો પર કમળ ખીલ્યું
કચ્છ જિલ્લાની તમામ 6 બેઠકો પર ભાજપની જીત થઈ છે. જેમાં અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીથી અનિરુદ્ધ દવે, ભુજમાં કેશુભાઈ પટેલ, અંજારમાં ત્રિકમ છાંગા, ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરી અને રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજાને જીત મળી છે.
રાજકોટની તમામ બેઠકો પર કમળ
રાજકોટ પૂર્વ બેઠકથી ભાજપના ઉદય કાનગડની જીત થઈ હતી. રાજકોટ પશ્ચિમ બેઠકથી ભાજપના ડૉ.દર્શિતા શાહ, રાજકોટ દક્ષિણથી રમેશ ટીલાળા, રાજકોટ ગ્રામ્યથી ભાજપના ભાનુબેન બાબરિયા, જસદણથી કુંવરજી બાવળિયા, ગોંડલથી ગીતાબા જાડેજા, જેતપુર જયેશ રાદડીયા અને ધોરાજીથી મહેન્દ્ર પાડલિયાની જીત થઈ હતી.
અન્ય જિલ્લામાં શું છે સ્થિતિ?
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની વાત કરીએ તો જામનગરમાંથી 4 ભાજપને 1 AAPને, ભાવનગરમાં 6 ભાજપ, 1 AAP, જૂનાગઢમાં 3 ભાજપ, 1 કોંગ્રેસ અને 1 AAP, દ્વારકાની બંને સીટ ભાજપને મળી છે, પોરબંદરમાં 1 કોંગ્રેસ અને 1 અન્યને મળી છે, ગીરસોમનાથમાં 3 ભાજપ અને 1 કોંગ્રેસ, અમરેલીની તમામ 5 બેઠકો ભાજપ, બોટાદની બંને બેઠકો ભાજપને મળી છે, મોરબીની 3 અને સુરેન્દ્રનગરની 5 બેઠકો પણ ભાજપના જ ફાળે ગઈ છે.
ADVERTISEMENT