Lok Sabha Elections 2024: ભારતીય જનતા પાર્ટી તેના ઘણા રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવા જઈ રહી છે. પાર્ટી એપ્રિલ 2024થી ડિસેમ્બર 2026ની વચ્ચે રાજ્યસભામાંથી રિટાયર થઈ રહેલા દિગ્ગજ નેતાઓને 2024ની ચૂંટણીના મેદાનમાં ઉતારશે. તેના પર સર્વસંમતિ સધાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નેતાઓમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા, વી. મુરલીધરન, નારાયણ રાણે, પુરુષોત્તમ રૂપાલા, ધર્મેન્દ્ર પ્રધાન, હરદીપ પુરી, સર્બાનંદ સોનોવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પીયૂષ ગોયલ અને નિર્મલા સીતારમણનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ક્યાંથી ચૂંટણી લડશે અમિત શાહ?
પાર્ટીના એક વરિષ્ઠ નેતા કહે છે કે ટોચના નેતૃત્વએ દેશના તમામ ભાગોનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ, તેથી ઉત્તર ભારતમાં પીએમ મોદી, પશ્ચિમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરમાં રાજનાથ સિંહ ચૂંટણી લડી શકે છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વ કે દક્ષિણ ભારતની કોઈ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે.
આ નેતાઓનો પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ
પાર્ટી સાથે સંકળાયેલા વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે કે, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા, ધર્મેન્દ્ર પ્રધાન, નારાયણ રાણે અને પુરુષોત્તમ રૂપાલાનો રાજ્યસભાનો કાર્યકાળ એપ્રિલથી મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે. આ પહેલા જ આ તમામ નેતાઓ સામાન્ય ચૂંટણીની તૈયારીઓમાં લાગી જશે. પાર્ટી કેટલાક મંત્રીઓને તેમના ગૃહ રાજ્યો સિવાય અન્ય રાજ્યોની બેઠકો પરથી મેદાનમાં ઉતારવા પર પણ વિચાર કરી રહી છે.
એસ.જયશંકરના નામે નથી લેવાયો નિર્ણય
કેન્દ્રીય મંત્રીઓ હરદીપ પુરી, સર્બાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો કાર્યકાળ 2026 સુધીનો છે અને પીયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ અને એસ જયશંકરનો કાર્યકાળ 28-29 સુધીનો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરના નામ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ચૂંટણી લડવા માટે બાકીના ત્રણ નેતાઓના નામ પર સર્વસંમતિ સધાઈ છે.
પુરુષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી લડાવવાનું નિશ્ચિત!
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના ટોચના નેતૃત્વએ ઘણા મંત્રીઓને લોકસભાની ચૂંટણી લડાવાનો સંકત આપ્યો હતો. આ જોતા ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેવી જ રીતે મનસુખ માંડવિયાને ગુજરાતમાં લોકસભાની ટિકિટ આપવામાં આવશે. કેરળમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહેલી પાર્ટી રાજીવ ચંદ્રશેખર અને વી. મુરલીધરનને મેદાનમાં ઉતારી શકે છે. બંને કેરળથી જ આવે છે. એ જ રીતે મહારાષ્રમાંથી નારાયણ રાણે અને ગુજરાતમાંથી પુરુષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી લડાવવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જ્યારે ભૂપેન્દ્ર યાદવને રાજસ્થાન અથવા હરિયાણામાંથી ટિકિટ આપવામાં આવી શકે છે.
ભાજપને નવા ચહેરાઓ પર વધારે ભરોસો
ભાજપે રાજ્યસભાની ટિકિટ માટે જૂના ચહેરાઓને બદલે નવા ચહેરા પર વધુ વિશ્વાસ મૂક્યો છે. પાર્ટીએ કુલ 28 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી માત્ર ચાર જ રાજ્યસભાના સભ્યો છે. બાકીના 24 નવા ચહેરા છે. રાજ્યસભાના જે ચાર સભ્યોને ટિકિટ મળી છે તેમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, માહિતી અને ટેકનોલોજી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, માહિતી અને પ્રસારણ રાજ્ય પ્રધાન એલ મુરુગન અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT