BJPએ 7 નેતાને સસ્પેન્ડ કર્યા, જાણો C.R.પાટીલે તાત્કાલિક ધોરણે પગલાં કેમ લીધા…

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે 7 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે 7 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઉમેદવારોની યાદી બહાર પડ્યા પછી ભાજપમાં વિરોધના સુર મંડાયા છે. તેવામાં જુનાગઢથી લઈને વડોદરા, બાયડ સુધી 7 નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે મીડિયા અહેવાલો પ્રમાણે ભાજપે આ બળવો ઠારવા પ્રયાસ કર્યો પરંતુ કાબુમાં ન આવતા તેમણે 7 અગ્રણી નેતાને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે.

ભાજપે સસ્પેન્ડ કરેલા નેતાની યાદી બહાર પાડી
BJPએ યાદીમાં જણાવ્યું કે આ 7 નેતાઓએ પાર્ટી દ્વારા પસંદ કરાયેલા ઉમેદવાર સામે અપક્ષ ફોર્મ ભર્યા હતા. જેના કારણે સી.આર.પાટીલની સૂચના પ્રમાણે આજે 20 નવેમ્બરે તમામ 7 નેતાઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપમાં વિવિધ બેઠકો પરથી ટિકિટ લેવા માટે પડાપડી થઈ હતી. તેવામાં ઘણા નેતાઓ નારાજ પણ થઈ ગયા હતા. ડેમેજ કંટ્રોલ માટે ભાજપે ટીમ બનાવી હોવા છતા ઘણા નેતા માન્યા નહીં. જેના પગલે ભાજપે કડક પગલા ભર્યા હોવાનું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે.

સસ્પેન્ડ કરાયેલા નેતા

  • નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પરથી હર્ષદ વસાવા
  • જુનાગઢ જિલ્લાની કેશોદ વિધાનસભા બેઠક પરથી અરવિંદભાઈ લાડાણી
  • સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પરથી છત્રસિંહ ગુંજારિયા
  • વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક પરથી કેતનભાઈ પટેલ
  • રાજકોટ જિલ્લાની રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભરત ચાવડા
  • ગીરસોમનાથ જિલ્લાની વેરાવળ વિધાનસભા બેઠક પરથી ઉદય શાહ
  • અમરેલી જિલ્લાની રાજુલા વિધાનસભા બેઠક પરથી કરણ બારૈયા

With Input: દુર્ગેશ મહેતા

    follow whatsapp