અમદાવાદમાં PM મોદીના રોડ શોમાં આવેલા કાર્યકરે ભૂલથી ફૂલની જગ્યાએ ફોન ફેંકી દીધો, પછી…

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને લઈને PM મોદીએ સતત બે દિવસ અમદાવાદમાં રોડ શો કર્યા હતા. જેમાં શુક્રવુારે PMએ શાહીબાગથી રોડ શો શરૂ કરીને ભદ્રકાળી મંદિર ગયા…

gujarattak
follow google news

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને લઈને PM મોદીએ સતત બે દિવસ અમદાવાદમાં રોડ શો કર્યા હતા. જેમાં શુક્રવુારે PMએ શાહીબાગથી રોડ શો શરૂ કરીને ભદ્રકાળી મંદિર ગયા હતા. PMના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો પહોંચ્યા હતા અને ફૂલ-હારથી તેમનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. જોકે PMનો કાફલો દિલ્હી દરવાજા પાસે પહોંચતા જ એક ભાજપના કાર્યકરનો ફોન તેમની કાર પર આવીને પડ્યો હતો. જે બાદ પોલીસ એલર્ટ બની હતી અને જે યુવકનો ફોન હતો તેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી.

PMના રોડ શોમાં કાર પર કાર્યકરનો ફોન પડ્યો
શુક્રવારે સાંજે વડાપ્રધાન મોદીએ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોડ શો કર્યો હતો. જેમાં શાહપુર પાસે PMની કાર પહોંચતા જ PMનું સ્વાગત કરવા આવેલા એક કાર્યકરના હાથમાંથી તેનો રૂ.30 હજારનો ફોન છટકી ગયો અને વડાપ્રધાનની કારના ફૂટ રેસ્ટ પર એક ફોન આવીને પડ્યો હતો અને પછી તે નીચે પડી ગયો. PMના કાફલામાં સામેલ કારના ટાયર ફોન પર ફરી વળ્યા હતા, જે બાદ ફોન પર નજર પડી હતી. જે બાદ પોલીસે યુવકની અટકાયત કરીને કારંજ પોલીસ સ્ટેશને પૂછપરછ કરવા માટે લઈ ગઈ હતી.

કલાકોની પૂછપરછ બાદ આખરે યુવકનો છૂટકારો
કાર્યકરની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, યુવક વડાપ્રધાનની કાર પર ફુલો નાખી રહ્યો હતો એવામાં તેના હાથમાં રહેલો ફોન ફૂલની સાથે છટકીને કાર પર જઈને પડ્યો હતો. પોલીસે તમામ પાસાઓની તપાસ કરતા ફોન પડવાની ઘટના ઈરાદાપૂર્વક નહીં પરંતુ આકસ્મિક બની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કલાકોની પૂછપરછ બાદ આખરે કાર્યકરને છોડી મૂકવામાં આવ્યો હતો.

    follow whatsapp