કચ્છ: કચ્છમાં આગામી 27 અને 28મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જેને લઈને ખરાબ રસ્તા પર ડામર પાથરીને નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. શહેરના અન્ય રસ્તાઓ છોડી માત્ર એક જ રસ્તાનું સમારકામ કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા રોડ પર બેસીને જ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. એવામાં ભાજપનો સમર્થક ત્યાંથી બાઈક લઈને નીકળે છે અને તે ‘હમારા નેતા કૈસા હો… નરેન્દ્ર મોદી જૈસા હો…’ના નારા લગાવ્યા હતા.
ADVERTISEMENT
કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં ભાજપનો સમર્થક પહોંચી ગયો
ભુજની જનતા છેલ્લા ઘણા વર્ષથી બિસ્માર રસ્તાની હાલતને લઈને પરેશાન છે. વારંવારની રજૂઆત છતાં રોડ પરના ખાડાનું સમારકામ નહોતું થતું. પરંતુ વડાપ્રધાનની મુલાકાતને લઈને રાતોરાત નવા રોડ બની રહ્યા છે. એવામાં કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસીને ‘ભાજપ હાય હાય…’ના નારા લગાવ્યા હતા. જોકે અચાનક ભાજપનો સમર્થક ત્યાંથી નીકળે છે અને આ જોઈને બાઈક ઊભું રાખી દે છે.
ભાજપ સમર્થકે મોદીના નારા લગાવ્યા
કોંગ્રેસના કાર્યકરોના નારા વચ્ચે આ વ્યક્તિ ‘હમારા નેતા કૈસા હો, નરેન્દ્ર મોદી જૈસા હો…’ના નારા લગાવવા માંડે છે. આ જોઈને કોંગ્રેસના કાર્યકરો તેને ધક્કો મારતા તે બાઈક પરથી નીચે પડી જાય છે. છતાં ઊભા થઈને ફરીથી તે નારા લગાવે છે. યુવક બાઈક પર જાય છે તો કોંગ્રેસના નેતાઓ પાછળ પાછળ દોડીને નારા લગાવે છે. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.
(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા)
ADVERTISEMENT