સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી હોય કે ભાજપ અથવા કોંગ્રેસ ત્રણેય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન AAPના ઉમેદવાર રાજુ કરપાડાએ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજર પર આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે મને ભાજપ દ્વારા 7 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ મે એને તિરસ્કૃત કરીને જનતાને સેવા માટે આગળ આવ્યો છું.
ADVERTISEMENT
BJPએ મને 7 કરોડ રૂપિયાની ઓફર કરી- રાજુ કરપાડા
ચોટીલા વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર રાજુ કરપાડાએ ભાજપ પર આક્ષેપો લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મને 7 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આટલી મોટી રકમ આપી મને ભાજપને સમર્થન આપવા દબાણ કરાયું હતું. જોકે તેણે જનતાને કહ્યું કે મે આ ઓફરને લાત મારી દીધી અને એટલું જ કહ્યું કે ખેડૂતોના પ્રશ્નો પાર પાડવા જોઈએ.
હું પુરાવા આપવા તૈયાર- રાજુ કરપાડાનો ઘટસ્ફોટ..
AAPના ઉમેદવાર રાજુ કરપાડાએ વધુમાં કહ્યું કે ભાજપે મને 7 કરોડ રૂપિયાની ઓફર કરી એના પુરાવા પણ મારી પાસે છે. જો ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે તો હું સામે ચાલીને ચૂંટણી લડવાની ના પાડી દઈશ. મારા માટે જનતાની સેવા જ મહત્ત્વપૂર્ણ છે.
With Input: Sajid Belim
ADVERTISEMENT