અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે ચૂંટણી માટે મૂરતિયાઓની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેવામાં ઝોન પ્રમાણે પ્લાનિંગ કરીને ભાજપે નીરિક્ષકોની આખી ટીમ મેદાનમાં ઉતારી છે. જે ટીમ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવા જઈ રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે જાણીએ કે ચૂંટણી પહેલા અમદાવાદ શહેરની કુલ બેઠકોના મૂરતિયાઓની પસંદગી માટે શું શું વ્યવસ્થા કરવામાં આવી છે. તથા કોને આ મોટી જવાબદારી સોંપાઈ છે.
ADVERTISEMENT
જાણો અમદાવાદમાં બેઠકો પરનું ગણિત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ જામી ગયો છે. ત્યારે અમદાવાદ ખાતે ભાજપની નિરીક્ષકોની ટીમ એક્ટિવ થઈ ગઈ છે. શહેરની કુલ બેઠકો માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોનો લિટમસ ટેસ્ટ શરૂ થઈ જતા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. ઉલ્લેખનીય છે કે જનતા જેને પસંદ કરે એની પહેલા મોટી સંખ્યામાં ઉમેદવારોમાંથી કોણ ચૂંટણી લડશે એની પસંદગી પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી ગઈ છે.
અમદાવાદમાં ડબલ પ્લાન..
- શહેરની કુલ બેઠકોમાંથી જે જે ઉમેદવાર પસંદ કરવાના છે એના માટે 2 વિવિધ સ્થળોની પસંદગી કરાઈ છે.
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમદાવાદ શહેરમાં સાબરમતી, ઘાટલોડિયા, વેજલપુર, નરોડા, દરિયાપુર, અસારવા, દાણીલીમડા બેઠકની સેન્સ સેવાશે.
- સુરત અને અમદાવાદ ખાતે ભાજપે કુલ 6-6 નિરીક્ષકોની ટીમને મેદાનમાં ઉતારી દીધી છે.
ભાજપે જાહેર કર્યા નિરીક્ષકોના નામ…
તારીખ 27, 28, 29 ઓક્ટોબર 2022 દરમ્યાન રાજ્યના તમામ જીલ્લાઓમાં નિરીક્ષકો પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જીલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ જીલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે.
ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરવામાં આવી છે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો દ્વારા પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.
ADVERTISEMENT