ભાજપ પોતાના ગઢ ગુજરાતમાં ‘જીતનો કેસરિયો’ લહેરાવવા સજ્જ, મોદી મેજિક સહિતની રણનીતિ વિશે જાણો વિગતવાર

પાર્થ વ્યાસ/અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીનો સમયગાળો બાકી રહ્યો છે. તેવામાં હવે રાજ્યની અંદર આમ આદમી પાર્ટીએ જેવી રીતે આક્રમક પ્રચાર શરૂ કર્યો હતો તેવી…

gujarattak
follow google news

પાર્થ વ્યાસ/અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીનો સમયગાળો બાકી રહ્યો છે. તેવામાં હવે રાજ્યની અંદર આમ આદમી પાર્ટીએ જેવી રીતે આક્રમક પ્રચાર શરૂ કર્યો હતો તેવી જ રીતે અન્ય પાર્ટીઓ પણ મેદાનમાં આવી ગઈ છે. ભાજપે આ ચૂંટણી પ્રચાર માટે સ્માર્ટ રણનીતિ ઘડી છે. જે અંતર્ગત હવે રિપોર્ટ્સ પ્રમાણે 10 દિવસની અંદર જ ભાજપ તમામ વિધાનસભા બેઠકોને આવરી લેતી યોજના બનાવી રહી છે. અહીં ઝોન મુજબ જનસંપર્ક સાધી જીતનો કેસરિયો લહેરાવવા ચૂંટણી મેદાનમાં ઉતરી જશે. વળી આ ચૂંટણીનું સૌથી મોટુ પાસુ એટલે એ છે મોદી મેજિક, વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા જ ભાજપને જંગી બહુમતિ મેળવવા કારગાર સાબિત થઈ શકે છે. તેવામાં બીજી બાજુ હવે કોઈપણ સમયે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે.

ઝોનની વહેંચણી અને 5 યાત્રાઓ રહેશે ગેમ ચેન્જર
ગુજરાત વિધાનસભાની 182 બેઠકને આવરી લેવા માટે ભાજપે નવી રણનીતિ ઘડી છે. રિપોર્ટ્સ પ્રમાણે હવે પાંચ યાત્રા કાઢી ટૂંકા સમયમાં રાજ્યના તમામ વિસ્તારોમાં ભાજપનો કેસરિયો લહેરાવવા તજવીજ હાથ ધરાઈ ગઈ છે. આ દરમિયાન ઝોન પ્રમાણે સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તાર પર ધ્યાન આપવા વિવિધ ટીમો બનાવી તંત્ર કામ પર લાગી ગયું છે. વળી આ દરમિયાન જે 5 યાત્રાઓ ભાજપ દ્વારા આયોજિત થશે તો તેમાં સરકારની યોજના અને પાર્ટીના પ્રચાર સહિતના કામો હાથ ધરાશે.

ધાર્મિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી યાત્રા શરૂ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આ ચૂંટણી પ્રચારની જવાબદારી મળી છે. જેમાં તેઓ ધાર્મિક આસ્થાના પ્રતિકથી આ યાત્રાની શરૂઆત કરાવશે અને ધાર્મિક સ્થળે જ યાત્રાનું સમાપન પણ થશે. જોકે અત્યારે ભાજપ સંગઠન દ્વારા આ યાત્રાના શીર્ષક રાખવા પર કામ કરાઈ રહ્યું છે. જેને લઈને સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે છે.

ચૂંટણીની જાહેરાતનો સંભવિત સમય આવ્યો સામે
વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. તેવામાં કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સૂચના આપી દેવામાં આવી છે કે 15 ઓક્ટોબર અગાઉ દરેક પ્રકારના લોકાર્પણ સહિત ખાતમુહૂર્તના કાર્યક્રમો મંત્રીઓએ પૂરા કરી લેવા જોઈએ. તેવામાં હવે આગામી સપ્તાહોમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

જાણો ભાજપની ચૂંટણી પ્રચારની યાત્રાનો રૂટ
ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારની યાત્રા દ્વારા ઉનાવાથી અંબાજી, ઝાંઝરકાથી સોમનાથ, દ્વારકાથી પોરબંદર, બહુચરાજીથી માતાના મઢના વિસ્તારો આવરી લેવાશે. તથા વધુમાં મધ્ય ગુજરાત તથા અન્ય વિસ્તારોમાં ભાજપ ચૂંટણી પ્રચારની યાત્રા કરશે. જાણો વિગતવાર….

    follow whatsapp