વિપુલ ચૌધરીને ફરી ગૃહ રાજ્યમંત્રી બનાવવા ઈચ્છું છું, BJP કયા સાંસદે આપ્યું ચોંકાવનારું નિવેદન?

મહેસાણા: ગુજરાતમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે. ત્યારે રાજકીય પાર્ટી સાથે સાથે રાજનેતાઓ પણ સક્રિય થઈ રહ્યા છે. તાજેતરમાં ભાજપના સાંસદ ભરતસિંહ…

gujarattak
follow google news

મહેસાણા: ગુજરાતમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે. ત્યારે રાજકીય પાર્ટી સાથે સાથે રાજનેતાઓ પણ સક્રિય થઈ રહ્યા છે. તાજેતરમાં ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ મહેસાણાના ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલયના ઉદ્ધાટનમાં આપેલા નિવેદનના કારણે ઉત્તર ગુજરાતના રાજકારણમાં હડકંપ સર્જાઈ ગયો.

વિધાનસભાની ચૂંટણીમાં વિપુલ ચૌધરીને લાવવાની ઈચ્છા
સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યું કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપણે ખભે ખભો મિલાવીને આગળ વધીએ અને વિપુલભાઈને રાજકારણમાં ફરી સક્રિય બનાવીને રાજ્યનું ગૃહમંત્રીનું ખાતું એ તેમને અપાવીએ. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખુદ ભાજપના જ સાંસદે આ પ્રકારનું નિવેદન આપતા ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

ચૌધરી સમાજમાં વિપુલ ચૌધરીનું મોટું નામ
વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં ચૌધરી સમાજમાં મોટુ નામ ધરાવે છે. તેઓ પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમણે બનાવેલી અર્બુદા સેનાના કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે પહોંચેલા સાંસદ ભરતસિંહ ડાભીએ તેમને આ વખતની ચૂંટણી બાદ રાજ્યના ગૃહમંત્રી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

    follow whatsapp