ભાજપના સાંસદે કહ્યું, મારા ચાર સંતાનો છે આ માટે કોંગ્રેસ જવાબદાર, આપ્યું આવું કારણ

દિલ્હી: દેશમાં જનસંખ્યા નિયંત્રણ બિલ (Population Control Bill)ને લઈને ચર્ચા ચાલી રહી છે. વધતી જનસંખ્યાને લઈને સૌ કોઈ ચિંતિત છે. આ વચ્ચે ભાજપના સાંસદ રવિ…

gujarattak
follow google news

દિલ્હી: દેશમાં જનસંખ્યા નિયંત્રણ બિલ (Population Control Bill)ને લઈને ચર્ચા ચાલી રહી છે. વધતી જનસંખ્યાને લઈને સૌ કોઈ ચિંતિત છે. આ વચ્ચે ભાજપના સાંસદ રવિ કિશને વધતી જનસંખ્યાનો દોષ કોંગ્રેસ પર ઢોળ્યો છે. એક્ટરથી નેતા બનેલા રવિ કિશન (Ravi Kishan)એ શુક્રવારે કહ્યું કે, જો કોંગ્રેસ જનસંખ્યા નિયંત્રણ બિલ લાવી હોત તો આજે હું 4 બાળકોનો પિતા ન હોત. આના માટે કોંગ્રેસ જવાબદાર છે.

કોંગ્રેસને રવિ કિશને કેમ જવાબદાર ગણાવી?
ગોરખપુરથી સાંસદ રવિ કિશને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, તેઓ ચાર સંતાનોના પિતા છે અને વધતી જનસંખ્યાની પરેશાની સમજે છે. તેમણે AajTakના કાર્યક્રમમાં કહ્યું કે, મારા ચાર સંતાનો છે, આ કોઈ ભૂલ નથી. જો કોંગ્રેસની સરકાર બિલ લાવી હોય, કાયદો બન્યો હોત તો મારા ચાર સંતાનો ન હોત.

‘હવે ચાર સંતાનો હોવાના કારણે પસ્તાવો થાય છે’
તેમણે કહ્યું કે, પાછલી સરકારે આ મામલે સાવધાન રહેવાની જરૂર હતી અને જો તેમણે જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો બનાવ્યો હોત તો તેમના ચાર સંતાનો ન હોત. કોંગ્રેસના સમયમાં જનસંખ્યા નિયંત્રણને લઈને જાગૃતતા જ નહોતી લાવવામાં આવી આથી હવે ભાજપ સરકારે વસ્તી નિયંત્રણ બિલ લઈને આવવું પડ્યું છે. રવિ કિશને કહ્યું કે, તેઓ આ સંબંધમાં સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત તેમણે સ્વીકાર્યું કે હવે તેમણે વસ્તી નિયંત્રણ વિશે વિચાર્યું, તો તેમને પસ્તાવો થયો કે તેમના ચાર સંતાનો છે.

તેમણે આગળ કહ્યું કે, ચીનમાં વસ્તી નિયંત્રણ કરી લેવામાં આવ્યું છે. જો આપણા દેશમાં પાછલી સરકારો વિચારશીલ હોત તો પેઢીઓને સંઘર્ષ ન કરવો પડ્યો હોત. ભાજપના સાંસદ રવિ કિશને કહ્યું કે, ભાજપના નેતૃત્વવાળી વર્તમાન સરકાર ન માત્ર મંદિર નિર્માણ કરી રહી છે, પરંતુ રોડનું પણ નિર્માણ કરી રહી છે.

    follow whatsapp