અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત તમે ત્યારે થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત થતા જ આચારસંહિતા લાગુ પડે તેવી સ્થિતિમાં અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરો, આગેવાનો સહિતના કાર્યકરોને દિવાળી પ્રવાસમાં બહારગામ ફરવા જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
ADVERTISEMENT
કેમ ધારાસભ્યોએ શહેર છોડીને ન જવા તાકીદ કરી?
સૂત્રો મુજબ પ્રાપ્ત વિગતો પ્રમાણે ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. એવામાં ભાજપના ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં મતક્ષેત્ર સાથે જોડાયેલા હોદ્દેદારોને દિવાળીના વેકેશનમાં બહાર ન જવા તાકીદ કરી છે. જેથી ચૂંટણીની જાહેરાત સમયે આ હોદ્દેદારો તેમની સાથે રહે અને જરૂર પડે ત્યાં પોતાના માટે લોબિંગ પણ કરે. બીજી તરફ ધારાસભ્યોએ પણ ચૂંટણી પહેલા દિવાળીમાં સંપર્કો વધારી દીદા છે અને પોત-પોતાના મતક્ષેત્રોમાં શુભેચ્છકો સાથે મુલાકાત કરી રહ્યા છે. દિવાળીનો તહેવાર હોવા છતાં ધારાસભ્યોએ લોકસંપર્ક ચાલુ રાખ્યા છે.
ચૂંટણીને લઈને પૂરજોશમાં ભાજપનો પ્રચાર
નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીએ પૂરજોશથી પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં આજે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે અને સૌરાષ્ટ્રની 54 બેઠકો જીતવા માટે મંથન કરશે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ તથા સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે.
ADVERTISEMENT