સુરેન્દ્રનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. ત્યારે વઢવાણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મુખ્ય નાયબ દંડક જગદીશ મકવાણાએ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે આજે આ ખુલ્લું મુકતા લોકોને સહાય કરવાની પહેલ શરૂ કરી દીધી છે. વિગતો પ્રમાણે હવે લોકો તેમના કાર્યાલયે આવીને પોતાના પ્રશ્નોના ઉકેલ અંગે પણ રજૂઆત કરી શકે છે.
ADVERTISEMENT
કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું..
નોંધનીય છે કે ભાજપે જંગી જીત દાખવ્યા પછી હવે પાર્ટીના ધારાસભ્યો પણ એક્ટિવ થઈ ગયા છે. તેવામાં વઢવાણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મુખ્ય નાયબ દંડક જગદીશ મકવાણાએ પોતાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી લીધું છે. તેમણે શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલા મેગા મોલ ખાતે કાર્યાલયનો શુભારંભ કર્યો હતો.
મત વિસ્તારના લોકોને કરાશે મદદ..
જગદીશ મકવાણાએ લોકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તેના માટે ખાતરી આપી છે. એને અંતર્ગત કામગીરી પણ તેઓ કરી રહ્યા છે. અહીં કાર્યાલયમાં લોકોના પ્રશ્નો અને સમસ્યાનો ઝડપથી અંત આવે તેના માટે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
With Input: સાજિદ બેલિમ
ADVERTISEMENT