અમદાવાદઃ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ પર આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર વિજેતાઓ પછી નામ આપવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ત્યારે આણંદના ભાજપના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપતા મોટુ ભોપાળું વાળ્યું હતું.જેને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખુબ નીંદનીય ઘટના ગણાવી હતી.
ADVERTISEMENT
જાહેરમાં માફી માગે ધારાસભ્યઃઈસુદાન
ભાજપના ધારાસભ્યએ કરેલા વિવાદિત ટ્વિટને લઈને કોંગ્રેસે ફરિયાદ નોંધાવાની વાત કરતા ધારાસભ્યએ તુરંત જ ટ્વિટ ડિલીટ કર્યું હતું. પરંતુ ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપની માનસિકતા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આઝાદ હિંદ ફોજના સંસ્થાપક, મહાન ક્રાંતિકારી અને સ્વતંત્ર સેનાની અને આપણા બધાના આદર્શ એવા સુભાષચંદ્ર બોઝને લઈને ભાજપના ધારાસભ્યએ જે પોતે ટ્વિટ ભદકરીને તેમને આંતકવાદી સાથે સરખાવ્યા તે ખુબજ નીંદનીય, દુઃખદ અને આપણા સૌની લાગણીને ઠેસ પહોંચાડે તેવી ઘટના છે.
ભાજપ નેતાજીનું અપમાન કરી રહી છે?
આ સાથે જ ઈસુદાન ગઢવીએ સવાલો ઉઠાવતા કહ્યું કે શું ભાજપ નેતાજી સુભાષચંદ્ર બોઝનું અપમાન કરી રહી છે.? સખત શબ્દોમાં ભાજપના ધારાસભ્યના ટ્વિટને વખોડુ છું, સાથે-સાથે એમને અપીલ કરુ છુ કે માત્ર ટ્વિટ ડીલિટ કરવું એ પૂરતુ નથી. જો તમે ભૂલથી પણ સુભાષચંદ્ર બોઝને આતંકવાદી સરખા ગણાવ્યા હોય તો તમારે માફી માગવી જોઈએ. એટલુ જ નહીં જાહેરમાં માફી માગવી જોઈએ. નહીં તો માની લેવામાં આવશે કે ભાજપ કોઈને કોઈ રીતે સુભાષચંદ્ર બોઝનું અપમાન કરી રહી છે. આજે દુખ સાથે કહેવુ પડે છે કે, ભાજપના ધારાસભ્ય યોગેશભાઈએ જે કૃત્ય કર્યું છે તેની સામે ભાજપ પ્રદેશ અધ્યક્ષે પગલા લેવા જોઈએ. અને બીજીવાર આવુ કૃત્ય ન કરે તે જોવુ જોઈએ.જે આપણા દેશ માટે લડ્યા છે એવા સ્વતંત્ર સેનાની કમ સે કમ આપણે અપમાન ન જ કરીએ.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોર્પોરેટરના પુત્રને નથી પોલીસનો ડર? સત્તાના નશામાં રિવોલ્વર સાથે કર્યું આ કામ
પોસ્ટ અંગે વિવાદ વધતાં ડિલીટ કરી નાંખ્યું
આજે સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. ત્યારે આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ આર પટેલે સુભાષચંદ્ર બોઝને જન્મ જયંતિની શુભેચ્છા પાઠવતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણિતા છે.અસહકાર ચળવળના સહભાગી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, તેઓ વધુ આતંકવાદી પાંખનો ભાગ હતાં. અને સમાજવાદી નીતિઓની હિમાલય માટે જાણિતા હતાં. તેમની આ પોસ્ટમાં તેઓ શું કહેવા માંગે છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ ગણાવીને નવો વિવાદ ઉભો કર્યો છે.કોંગ્રેસે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવાની તજવીજ શરુ કરતા ધારાસભ્યશ્રીએ પોતાનું ટ્વિટ ડિલિટ કરી ક્ષમાયાચના માગી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT