ભાજપના દિગ્ગજ નેતા કાર્યકરો પર અકળાયા, કહ્યું- AAPનું સો.મીડિયા ભાજપથી સ્ટ્રોંગ છે; આપણે તેનાથી પાછળ કેમ છીએ!

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન ભાજપ, આપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.…

gujarattak
follow google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન ભાજપ, આપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી સોશિયલ મીડિયાના માધ્યમથી જ લોકો સુધી પહોંચશે અને ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતશે. તેવામાં હવે AAPની સો.મીડિયા ટીમ સતત એક્ટિવ જોવા મળી રહી છે. જેને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કાર્યકર્તાઓ પર અકળાઈ ગયા હતા. તેમણે કહ્યું કે આપની સોશિયલ મીડિયા ટીમ કેમ આટલી સ્ટ્રોંગ છે. આપણી પાસે તો તેમના કરતા પણ વધારે લોકો છે.

AAPની સોશિયલ મીડિયા ટીમ ઘણી મજબૂત- માંડવિયા
સોશિયલ મીડિયા એ વિધાનસભા ચૂંટણી પ્રચારનું એક મહત્ત્વનું ટૂલ બની જવા પામ્યું છે. ઉલ્લેખનીય છેકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાજપના કાર્યકરોને કહ્યું કે આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ જુઓ. વરાછામાં આપણા કરતા આપનું સોશિયલ મીડિયા સ્ટ્રોંગ કેમ જોવા મળી રહ્યું છે. જેમાં તેમણે ભાજપ કરતા આમ આદમી પાર્ટીની ટીમ સોશિયલ મીડિયામાં ચઢિયાતી હોવાનું સ્વીકારતા ભાજપના દિગ્ગજનો વીડિયો અત્યારે જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

આપણી પાસે યુવા કાર્યકરો સૌથી વધુ છતા આમ કેમ? – માંડવિયા
મનસુખ માંડવીયાએ સ્પષ્ટપણે વરાછા વિધાનસભા બેઠક પર વાત કરતા ચિંતિત જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી અત્યારે અહીં ઘણી મજબૂત જોવા મળી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયાની વાત કરીએ તો આપણી પાસે પણ યુવાનો છે. તો એમની ટીમ કેમ વધારે સારી અને મજબૂત રીતે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે વરાછા વિસ્તાર પાટીદારનો ગઢ ગણાય છે. જેમાં કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને અહીં વધુ ફાયદો થયો હતો.

AAPની ટીમ સતત એક્ટિવ
આમ આદમી પાર્ટીની ટીમ વિધાનસભા ચૂંટણી પહેલાથી અહીંયા એક્ટિવ જોવા મળી રહી છે. અહીં સો.મીડિયા ટીમ પક્ષનો પ્રચાર કરવામાં કોઈ બાંધછોડ કરવાના મૂડમાં લાગી રહી નથી. તેવામાં લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે સૌથી મોટો ફાળો અત્યારે આમ આદમી પાર્ટીનો રહેલો હોય એમ લાગી રહ્યું છે. જેને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગંભીરતાથી લેવા માટે ભાજપના કાર્યકર્તાઓને અપિલ કરી હતી.

વરાછા બેઠકનું ચૂંટણીલક્ષી ગણિત શું હશે જાણો..
પાટીદારોનો ગઢ ગણાતી વરાછાની બેઠક પર અત્યારે આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ ચર્ચામાં આવી ગઈ છે. જેના કારણે AAPને સૌથી વધુ લાભ થતો જોવા મળી રહ્યો છે. વળી કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીનું પલડું અહીં ભારે જોવા મળ્યું હતું.

With input- સંજયસિંહ રાઠોડ

    follow whatsapp