BJPના 47 વર્ષના નેતા સમાજવાદી પાર્ટીના નેતાની 26 વર્ષની દીકરીને ભગાડી ગયા, પોલીસ સુધી પહોંચ્યો મામલો

યુપી: ઉત્તર પ્રદેશના હરદોઈમાં ભાજપના આધેડ ઉંમરના નગર મહામંત્રી પર 26 વર્ષની છોકરીને ફોસલાવીને ભગાડી જવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે 47 વર્ષના ભાજપના…

gujarattak
follow google news

યુપી: ઉત્તર પ્રદેશના હરદોઈમાં ભાજપના આધેડ ઉંમરના નગર મહામંત્રી પર 26 વર્ષની છોકરીને ફોસલાવીને ભગાડી જવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે 47 વર્ષના ભાજપના નગર મહામંત્રી એક સમાજવાદી પાર્ટીના નેતાની 26 વર્ષની દીકરીને ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગયા.

ભાજપે પાર્ટીમાંથી નેતાની હકાલપટ્ટી કરી
સમાજવાદી પાર્ટીના નેતાએ પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદના આધારે ભાજપના નેતા વિરુદ્ધ કેસ નોંધીને શોધખોળ શરૂ કરી દીધી છે. ભાજપના નેતાના આ કૃત્યથી પાર્ટીની ભારે મજાક ઉડ્યા બાદ જિલ્લા અધ્યક્ષે તે નેતાને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે અને મામલાને પોલીસ પર છોડી દીધો છે.

આ પણ વાંચો: પ્રેમ આંધળો હોય છે! 23 વર્ષની શિક્ષિકા 16 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ, પિતા પોલીસ પાસે પહોંચ્યા

લગ્નની લાલચે નેતા યુવતીને ભગાડી ગયા
આ મામલે હરદોઈ શહેરના કોતવાલી વિસ્તારનો છે. અહીં ભાજપના 47 વર્ષના નગર મહામંત્રી આશીષ શુક્લા પર સમાજવાદી પાર્ટીના નેતાની 26 વર્ષની દીકરીને ફોસલાવીને ભગાડી જવાનો આરોપ લાગ્યો છે. સપા નેતા તરફથી પોલીસ ફરિયાદમાં કહેવાયું છે કે, ભાજપના નગર મહામંત્રી આશીષ શુક્લા ઉર્ફે રાજુ શુક્લા 13 જાન્યુઆરીએ તેમની દીકરીને લગ્નની લાલચે ભગાડીને લઈ ગયો.

આ પણ વાંચો: શાહજહાંએ તાજમહેલ બનાવ્યો વલસાડમાં પત્ની યાદમાં પતિએ લાઇબ્રેરી બનાવી

બે બાળકોના પિતા છે આશીષ શુક્લા
સપા નેતા મુજબ, 47 વર્ષનો આશીષ શુક્લા બે બાળકોનો પિતા છે અને વીમા એજન્ટનું કામ કરે છે. નેતાની ફરિયાદ પર હાલમાં જ પોલીસ ભાજપના આ નેતાની શોધખોળ કરી રહી છે. આ મામલે પોલીસનું કહેવું છે કે પ્રાથમિક ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. જલ્દી જ યુવતીને શોધી કાઢવામાં આવશે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે સમાજવાદી પાર્ટીના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે.

    follow whatsapp