‘…લોકોએ ફરિયાદ કરવાનો અધિકારી ગુમાવી દીધો છે’, ભાજપના નેતાના ટ્વિટથી ખળભળાટ

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના એક નેતાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ભાજપના અમરેલીથી દિગ્ગજ નેતા ડો. ભરત કાનાબારે એક ટ્વીટ કરીને જ્ઞાતિવાદ પર પ્રહાર…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના એક નેતાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ભાજપના અમરેલીથી દિગ્ગજ નેતા ડો. ભરત કાનાબારે એક ટ્વીટ કરીને જ્ઞાતિવાદ પર પ્રહાર કર્યા છે. તેમણે આ સાથે જ મતદારો અને રાજકીય પાર્ટીઓને પણ લપડાક લગાવી છે. જોકે તેમના આ ટ્વીટ બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે.

ટ્વીટમાં શું કહ્યું?
હકીકતમાં ડો. ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે કે, લોકપ્રતિનિધિઓ ચૂંટાયા પછી સ્વહિતમાં રચ્યાપચ્યા રહે છે એ ફરિયાદ કરવાનો અધિકાર લોકોએ ગુમાવી દીધો છે. કેમ કે તે ઉમેદવારની ગુણવત્તા કરતા તેની જ્ઞાતિ જોઈને મત આપે છે. પક્ષો પણ ઉમેદવારની જ્ઞાતિને જ મહત્વ આપે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ લોકશાહી જ્ઞાતિવાદના અજગરની પકડમાંથી મુક્ત થઇ શકી નથી.

રાજનીતિમાં ચાલતા જ્ઞાતિવાદ પર પ્રહાર
ડો. ભરત કાનાબારે પોતાના ટ્વિટથી જ્ઞાતિ જોઈને ઉમેદવારને મત આપનારા લોકોને તથા જ્ઞાતિ જોઈને જ ઉમેદવારને ટિકિટ આપતી પાર્ટીઓ પર પ્રહાર કર્યા છે. જોકે ચૂંટણી પહેલા જ તેમના આ નિવેદનથી રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.

અમરેલીથી ભાજપના નેતા છે ડો. ભરત કાનાબાર
નોંધનીય છે કે, ચૂંટણી પહેલા જ ભાજપમાં હાલ ટિકિટ મુદ્દે ભારે ખેંચતાણ ચાલી રહી છે. 182 વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 4000 હજારથી વધારે લોકોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં ડો. ભરત કાનાબારે પણ દાવેદારી કરી છે. અમરેલીથી ભાજપના દિગ્ગજ નેતા એવા ડો. ભરત કાનાબારે અમરેલી અને લાઠી બેઠક પરથી ભાજપમાંથી દાવેદારી કરી છે.

    follow whatsapp