ભાજપના નેતાએ કર્યો આમ આદમી પાર્ટીના નેતા પર હુમલો, તાલુકા પંચાયતના બજેટમાં થઈ મારામારી

ભાર્ગવી જોશી/જૂનાગઢ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટેની તૈયારી કરી દીધી છે. આ દરમિયાન…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટેની તૈયારી કરી દીધી છે. આ દરમિયાન હવે આમ આદમી પાર્ટીના નેતાઓ વધુ એક્ટિવ જોવા મળી રહ્યા છે. ત્યારે માંગરોળ તાલુકા પંચાયતના બજેટ દરમિયાન આમ આદમી પાર્ટી માંગરોળ વિધાનસભાના પ્રમુખ અને માળિયા તાલુકા પંચાયતના સદસ્ય પિયુષભાઈ પરમાર પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા હુમલો કરવામાં આવ્યો. હુમલાને લઈ આમ આદમી પાર્ટીને નેતા પિયુષ પરમારને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

વિધાનસભાની ચૂંટણી બાદ પર રાજ્યના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાજ્યભરની પંચાયતોમાં હાલના સમયે બજેટ રજૂ થઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં બજેટની કાર્યવાહી શરૂ હતી. આ દરમિયાન પિયુષ પરમારે પ્રશ્નોત્તરી કરી હતી જેને લઈન ભાજપ શાસિત ભાજપના કાર્યકર્તાઓએ અને તાલુકા પંચાયતના પ્રમુખના પતિ દિલીપ સિસોદિયા અને તેમના ભાઈ પથું સિસોદિયાએ પિયુષ પરમાર પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કાંડ મામલે પૂર્વ CM ના ભત્રીજાની કોલેજની સંડોવણી? રાજકારણ ગરમાયું

સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારને છાતી તથા માથાના ભાગમાં ઇજા પહોંચેલ હાલ પિયુષ પરમારને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને માંગરોળ વિધાનસભાના પ્રમુખ અને માળિયા તાલુકા પંચાયતના સદસ્ય પિયુષભાઈ પરમારે કહ્યું કે, મારા પર થયેલો આ હુમલો પહેલેથી જ પ્લાનિંગ કરવામાં આવ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો

    follow whatsapp