ડભોઈ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ આજે ભાજપને ઝટકો લાગ્યો હતો. ભાજપના નેતા બાલ કૃષ્ણ પટેલ આજે કોંગ્રેસમાં જોડાઈ ગયા. તેમણે જગદીશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. આ દરમિયાન જગદીશ ઠાકોરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી, જેમાં તેમણે આ ચૂંટણીમાં ભાજપને માત્ર 70 બેઠકો જ આવશે તેવો દાવો કર્યો હતો.
ADVERTISEMENT
ગુજરાતમાં ભાજપની 70 સીટો જ આવશે?
જગદીશ ઠાકોરે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના સર્વેમાં 70થી વધારે સીટો આવતી નથી. ભાજપના સર્વેમાં જ સરકાર બનતી નથી. જે કોઈ મેળાવડા કરવાના થાય એ માત્રને માત્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં જ થાય અને ગુજરાતને અડીને આવેલા રાજ્યોમાં પણ જે કાર્યક્રમો થાય છે તે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે.
ચૂંટણી પહેલા ઉમેદવારો નક્કી કરવામાં લાગી કોંગ્રેસ
નોંધનીય છે કે, ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોની તૈયારીમાં લાગી ગઈ છે. કોંગ્રેસની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આગામી 26 અને 27 ઓક્ટોબરે કોંગ્રેસની ઈલેક્શન કમિસનની બેઠક મળવાની છે. જેમાં સ્ક્રીનિંગ કમિટીએ પસંદ કરેલા ઉમેદવારો પર મહોર લગાવવામાં આવશે. બીજી તરફ ભાજપ પણ ઉમેદવારોની પસંદગી માટે ત્રણ દિવસ તમામ બેઠકો પર એક કમિટીના નેતાઓને દોડાવશે અને આ બાદ ઉમેદવારોના નામની પસંદગી કરશે.
ADVERTISEMENT