ગેહલોતની ટિકિટ કપાઇ? દિગ્વિજયસિંહ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી દિવસેને દિવસે રસપ્રદ બનતી જઇ રહી છે.હવે દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. તેઓ પોતાની ઉમેદવારી ટુંક…

gujarattak
follow google news

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી દિવસેને દિવસે રસપ્રદ બનતી જઇ રહી છે.હવે દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. તેઓ પોતાની ઉમેદવારી ટુંક જ સમયમાં નોંધાવશે. હાલ દિગ્વિજયસિંહ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ભાગ લઇ રહ્યા છે. હવે તેઓ આજે રાત્રે દિલ્હી પરત ફરશે અને કાલે તેઓ ઉમેદવારી નોંધાવશે.

શશિ થરૂર અને ગેહલોત જ રેસમાં હતા
આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં શશિ થરૂર અને અશોક ગહલોતના નામ સામે આવી રહ્યા હતા. જો કે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલા ધમાસાણ વચ્ચે અશોક ગેહલોત ચૂંટણી લડે કે કેમ તે અંગે સંશય છે. બીજી તરફ શશિ થરૂરની ઉમેદવારી પાક્કી માનવામાં આવી રહી છે. તેઓ 30 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનાં છે.

બીજા અનેક ઉમેદવારો રેસમાં
અત્રે ઉલ્લેખનીય છે કે, ગહલોત ઉપરાંદ અધ્યક્ષ પદની ચૂંટણીની રેસમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલનું નામ પણ સામે આવ્યું હતું. આ લિસ્ટમાં દિગ્વિજયસિંહનું નામ હતું. જે હવે પાક્કું થઇ ચુક્યું છે. દિગ્વિજયસિંહ પાસે લાંબો સંગઠનાત્મક અનુભવ છે આ ઉપરાંત પ્રશાસનિક અનુભવ પણ છે. તેઓ બે વાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે. તેમની ગણત્રી ગાંધી પરીવારનાં વફાદારોમાં થાય છે. કોંગ્રેસ હાલ સંઘ અને તેમના હિન્દુત્વની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમની વિરુદ્ધ દિગ્વિજયસિંહ પણ લાંબા સમયથી મુખત થઇને વાત કરતા રહ્યા છે.

દિગ્વિજયસિંહ સંગઠનાત્મક રીતે ખુબ જ મજબુત પણ ખામીઓ પણ ઘણી
જો કે તેમની ખામીઓ અંગે વાત કરીએ તો 2019 માં તેઓ પોતે ભોપાલમાંથી ચૂંટણી હારી ગયા હતા. નિવેદનબાજી મુદ્દે પણ તેઓ વારંવાર ચર્ચામાં આવતા રહે છે. ઘણીવાર આ નિવેદનના કારણે ન માત્ર પાર્ટી પરંતુ પોતે પણ અસહજ થઇ જાય છે. આ ઉપરાંત તેમના હિન્દુત્વ અંગેના કેટલાક વિવાદિત નિવેદનના કારણે જનસમર્થન પણ તેમનું ખુબ જ ઘટી ચુક્યું છે. પરિવારવારના આરોપોનો સામનો પણ તેઓ કરી રહ્યા છે. પોતાના પુત્ર અને ભાઇને રાજનીતિમા સેટ કરવાનો તેમના પર આરોપ લાગે છે.

    follow whatsapp