અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરાઈ રહી છે. જનતાને રિઝવવા માટે તથા ગુજરાતનો ગઢ જીતવા માટે ભાજપ સતત એક્ટિવ રહેલી છે. ત્રિપાંખીયા જંગમાં વિજયી થવા માટે ભાજપ દ્વારા વધુ એક કેમ્પેઈન શરૂ કરાયું છે. જેનું નામ આ ગુજરાત મેં બનાવ્યું રાખવામાં આવ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ કેમ્પેઈનના શુભારંભ ગાંધીનગર ખાતે કરાયું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે સી.આર.પાટીલે કહ્યું કે વડાપ્રધાન મોદીના પરિશ્રમના કારણે ગુજરાત રાજ્ય અહીં સુધી પહોંચ્યું છે.
ADVERTISEMENT
જાણો કેમ્પેઈન વિશે વિગતવાર…
આ ગુજરાત મેં બનાવ્યું છે એ કેમ્પેઈન દ્વારા ભાજપ ગુજરાત રાજ્યને ગુજરાતીઓ દ્વારા જ આગળ વધારવામાં આવ્યું છે. ગુજરાતની સંસ્કૃતિ અને ધરોહરને પણ સાચવવામાં આવી છે. આ કેમ્પેઈન હેઠળ છેલ્લા 2થી વધુ દશકાઓથી જે વિકાસલક્ષી કાર્યો હાથ ધરાયા છે એની પણ જાહેરાત કરાઈ શકે છે. આમાં ગુજરાતીઓની પ્રાથમિક જરૂરિયાતોથી લઈને રાજ્યને કેવી રીતે આગળ વધારાયું છે એ મુદ્દાને આવરી લેવાયા છે.
ભાજપ અને ભરોસાના સમન્વય માટે કેમ્પેઈન શરૂ કરાયું…
ગુજરાતીઓ ભાજપ સરકાર પર કેમ વિશ્વાસ કરે એના માટેના મુદ્દાઓને આ કેમ્પેઈનમાં આવરી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી જાહેર થયા પછી ગુજરાત રાજ્યના પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેમણે જનતાને નવો નારો આપ્યો હતો કે આ ગુજરાત મેં બનાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે દરેક ગુજરાતીએ ગુજરાતને બનાવ્યું છે. લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે એટલે ગુજરાત આટલુ અગ્રેસર છે. અત્યારે સમગ્ર વિશ્વમાં એક જ સંદેશો છે કે આ ગુજરાત ગુજરાતીઓએ બનાવ્યું છે.
ADVERTISEMENT