અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પોતાના ગઢને જીતવા માટે ભાજપ સુપર એક્ટિવ થઈ ગયું છે. તેવામાં હવે ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રિપોર્ટ્સના આધારે અત્યારે ચૂંટણીલક્ષી ચર્ચા અને ઉમેદવારી પસંદગીના મહામંથન માટે 3 દિવસ સુધી ભાજપ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સના આધારે ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં 33 જિલ્લા દીઠ ભાજપમાં ઉમેદવારી પસંદગી અંગે ચર્ચા થઈ શકે છે.
ADVERTISEMENT
બેઠકોનો ધમધમાટ, અમિત શાહ ગુજરાત મુલાકાતે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહે પણ મોટી જવાબદારી સંભાળી લીધી છે. તેઓ અત્યારે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન બેઠકોમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પણ તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવા અહેવાલો મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગઢ જીતવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી ફરીથી મેદાનમાં ઉતરી ગઈ છે અને ભાજપને ચોક્કસ વિજયનીતિ સાથે મેદાનમાં ઉતરાવા સજ્જ છે.
આ વખતે 8 લાખથી વધુ યુવા મતદારો વોટ આપશે
નોંધનીય છે કે, તાજેતરમાં જ ચૂંટણી પંચે 2022ની વિધાનસભા ચૂંટણી માટે આખરી મતદારયાદીની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યમાં 18 થી 19 વય જૂથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ યુવા મતદારો પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આમ કુલ 8.64 લાખ જેટલા યુવા મતદારો આ વખતે પહેલી વખત વોટ આપશે.
ગુજરાતમાં કેમ ચૂંટણીની તારીખ મોડી જાહેર થશે?
ગુજરાતમાં દિવાળી પહેલા ઘણા સરકારી કાર્યક્રમો બાકી હતા. ગત 18થી 22 ઓક્ટોબર સુધી ગાંધીનગરમાં ડિફેન્સ ઓક્સપોનું આયોજન કરવામાં આવેલું. અગાઉ આ એક્સપો માર્ચમાં યોજાવાનો હતો, પરંતુ વિવિધ કારણોસર તેને પાછો ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક સરકારી કાર્યો પણ બાકી હતા. એવામાં ગુજરાતની ચૂંટણીની તારીખો હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો સાથે નહોતી કરવામાં આવી.
ADVERTISEMENT