સુરતઃ સુરતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ડાયમંડ મર્ચન્ટ ખાતે હિરાના વેપારીઓ સાથેના સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દરમિયાન અહીંના લોકો પાસેથી આપ દ્વારા તેમની સમસ્યાઓ શું છે તેની જાણકારી મેળવવા તેમની પાસે ચીઠ્ઠીઓ મેળવી હતી. દરમિયાન ગોપાલ ઈટાલિયાને કોઈએ એક ચીઠ્ઠી આપી હતી જેમાં ફક્ત ભાજપ, ભાજપ, ભાજપ લખ્યું હતું. ઈટાલિયાએ ખાસ આ એક ચીઠ્ઠી અલગ રખાવી હતી અને સ્ટેજ પર તેના સંદર્ભે વાત કરી હતી.
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયાએ સુરતના કાર્યક્રમમાં કહ્યું કે,
સુરતના હિરા ઉદ્યોગ કેન્દ્ર એવા ડાયમંડ મર્ચન્ટ ખાતે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, અમે અત્યાર સુધી જ્યારે પણ હું કે અલ્પેશભાઈ આવ્યા હોય અને ખાલી હાથે ગયા હોય તેવું ક્યારેય બન્યું નથી. આર્થીક સહયોગ, સપોર્ટ, મત, પ્રેમ જે માગ્યું તે આ બજારે ઈજ્જત અને અધિકારથી આપ્યું છે તે બદલ તમારો આભારી છું. ફરી અમે જુવાનીઓ એક રસ્તો પકડ્યો છે, સહેજ હાથ પકડો જેવી વિનંતી કરવા આવ્યા છીએ.
ભાજપ ભાજપ ભાજપ લખ્યું છે કોણ છે આઃ ગોપાલ ઈટાલિયા
હિરાબજારના પ્રતિનિધિ તરીકે મહેન્દ્રભાઈ નાવડિયા અને મોક્ષેસભાઈ સંઘવી બંને ઉમેદવાર પણ છે તેમણે ઘણું ધ્યાન દોર્યું છે છતા તેમની ચીઠ્ઠીઓ અમને મળી છે. તેમાં વેપારીઓના ઉઠામણા થવા બાબત પર બધા નાણા ડૂબી જાય છે નાણાની સુરક્ષા બાબતે કાંઈક કરવામાં આવે. જોધાણી અરવિંદભાઈ નામના વ્યક્તિની ચીઠ્ઠી છે જેમાં લખ્યું છે કે ભાજપ, ભાજપ, ભાજપ લખ્યું છે. કોણ છે. જોધાણી અરવિંદભાઈના ખાતામાં 15 લાખ આવી ગયા લાગે છે તો જ લખ્યું હશે. મફતમાં તો માળા કોણ ના ફેરવે. મેં પણ ધ્યાને લીધી છે મને લાગ્યું કે આ 15 લાખ વાળી ચીઠ્ઠી છે. મારામાં આવી જશે તો હું પણ બોલીશ, પણ મફતમાં માળા ન ફેરવાય.
નેતાઓ આવતા જતા રહેશે, માલિક-કારીગરના સંબંધો સાચવજોઃ ઈટાલિયા
વધુ એક ચીઠ્ઠી વાંચતા કહ્યું કે, વેપારમાં પેમેન્ટની ગેરંટી મળે, કોઈ કામ પૈસા આપ્યા વગર થતું નથી. કારીગરોને ધમકાવાય છે કે કેજરીવાલનો પ્રચાર કરવા ગયા તો નોકરીમાંથી કાઢી મુકાશે. રાજકારણીઓ તો આવતા જતા રહેશે, તેનાથી માલિક અને કારીગરનો સંબંધ ન બગડવો જોઈએ. સાથી સહયોગીનો સંબંધો કહેવા. ઘણા વેપારીઓ હોઈ શકે ભાજપના સમર્થક પણ તેનો મતલબ એ નહીં કે નાના કારીગરના બાળકને મફત શિક્ષણ અરવિંદ કેજરીવાલ આપતા હોય તો ન આપવા દેવું. વધુ એક ચીઠ્ઠીમાં પોલીસ ધમકાવે છે. જીએસટીની અસર પડી રહી છે. એક ચીઠ્ઠીમાં કહે છે કે અમે તો જીવી લઈશું પરંતુ ગરીબ માણસને મદદ થાય મોંઘવારીમાં તેવું કાંઈક કરો. બીજી ચીઠ્ઠીઓમાં વ્યવસાય વેરા બાબત પર સમસ્યા છે.
ADVERTISEMENT