મધ્ય પ્રદેશ: ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા ઉમા ભારતીએ શુક્રવારે કહ્યું કે, તેમની પાર્ટી પાસે ભગવાન રામ, હનુમાન કે હિન્દુ ધર્મની પેટન્ટ નથી. કોઈપણ તેમાં આસ્થા રાખી શકે છે, પરંતુ અમારી આસ્થા રાજનીતિક લાભથી ઉપર છે.
ADVERTISEMENT
‘ભાજપ પાસે રામ અને હનુમાન અથવા હિન્દુ ધર્મ પર પેટન્ટ નથી’
એક નિવેદનમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, રામ, તિરંગો, ગંગા અને ગાયમાં વિશ્વાસ ભાજપે નહીં, પરંતુ આ મારી અંદર પહેલાથી હતો. તેમણે કહ્યું કે, ભાજપ પાસે રામ અને હનુમાન અથવા હિન્દુ ધર્મ પર પેટન્ટ નથી. કોઈપણ તેમના પર વિશ્વાસ કરી છે. અંતર માત્ર એટલું છે કે અમારી આસ્થા રાજનીતિક લાભથી ઉપર છે.
ભાજપ-જનસંઘ નહોતું ત્યારે પણ હનુમાનજી હતા
અન્ય કોઈ સમુદાય કે સંપ્રદાય કોઈ પાર્ટીના બંધમાં કોઈ શકે છે. ભગવાન રામ અને હનુમાનજી ભાજપના કાર્યકર્તા નથી. જ્યારે ભાજપનું અસ્તિત્વ નહોતું, જનસંઘ નહોતો, રાજકીય સિસ્ટમ નહોતી, મુઘલોનું શાસન હતું ત્યારે પણ હનુમાનજી હતા, અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ હનુમાનજી હતા અને જ્યારે દ્વાપર યુગ હતો ત્યારે પણ હનુમાનજી અને રાજા રામજી હતા. જો અમે ભાજપવાળાએ એવો ભ્રમ રાખ્યો કે અમે આંખો ખોલી એટલે સૂર્ય-ચંદ્ર આવ્યા છે, તો પછી અમારા માટે વિનાશકારી સાબિત થઈ જશે. અમારે આ અહંકારથી મુક્ત રહેવાનું છે. હનુમાનજીના કોઈપણ ભક્ત હોઈ શકે છે.
રાહુલ ગાંધીને શું સલાહ આપી?
આ સાથે તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના હેતુ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે, ભારત ક્યાં તૂટી રહ્યું છે? અમે (ભાજપે) આર્ટિકલ 370ને હટાવી દીધો છે. દેશને જે તોડી રહ્યું છે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર હતું. રાહુલ ગાંધીએ આ યાત્રાને પીઓકે સુધી લઈ જવી જોઈએ.
ADVERTISEMENT