અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હવે નવા નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં ભાજપે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા આગળ વધી રહી છે. ભાજપ 182 બેઠક માંથી 150થી વધુ બેઠક પર જીત હાંસલ કરવા જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપના અનેક દિગજ્જ નેતાઓએ જીત મેળવી છે. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાંથી રાજ્યકક્ષાના મંત્રી કિર્તિસિંહ વાઘેલાને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
ADVERTISEMENT
બનાસકાંઠાજિલ્લામાં કુલ 9 વિધાનસભાની સીટ આવી છે જેમાંથી ડીસા, પાલનપુર, થરાદ, દિયોદર સીટ જીતવામાં ભાજપ સફળ થઇ છે. જ્યારે વાવ, વડગામ, દાંતા અને કાંકરેજ સીટ જીતવામાં કોગ્રેસ સફળ થઇ છે. 2017માં બનાસકાંઠાની કુલ 9 સીટમાં ભાજપ માત્ર ડીસા અને કાંકરેજ સીટ પર વિજય બન્યુ હતુ. જ્યારે 2022ના પરિણામમાં ભાજપને કાંકરેજ સીટ ગુમાવવનો વારો આવ્યો છે. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કિર્તિસિંહ વાઘેલાને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. 2017ના વિધાનસભા પરિણામમાં કાંકરેજ સીટ પરથી કિર્તિસિંહ વાઘેલાને 95131 મત મળ્યા હતા. જ્યારે કોગ્રેસના દિનેશજી જાલેરાને 86543 મત મળ્યા હતા.
કાંકરેજ બેઠક પર આ ઉમેદવારો વચ્ચે થઈ હતી ટક્કર
કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલા (ભાજપ)
દિનેશજી ધારશીજી જાલેરા (કોંગ્રેસ)
લેંબુજી ભુદરજી ઠાકોર (અપક્ષ)
ઇશ્વરભાઇ મહાદેવભાઇ દેસાઇ (ઓલ ઇન્ડીયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી)
મકવાણા વાઘાભાઇ મગનભાઇ (અપક્ષ)
ADVERTISEMENT