ભાજપ કોર્પોરેટરના પતિએ પોલીસને આપી ધમકી, કહ્યું દારૂ કેસમાં ખોટો ફસાવ્યો; પરિવાર સહિત સુસાઈડ કરીશ

જુનાગઢઃ ભાજપના કોર્પોરેટરના પતિ સામે દારૂ કેસની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પરિણામે તેણે રોષે ભરાઈને પોલીસને જ ધમકી આપતો વીડિયો શેર કરી દીધો હતો.…

gujarattak
follow google news

જુનાગઢઃ ભાજપના કોર્પોરેટરના પતિ સામે દારૂ કેસની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પરિણામે તેણે રોષે ભરાઈને પોલીસને જ ધમકી આપતો વીડિયો શેર કરી દીધો હતો. આમાં તેણે સમગ્ર પરિવાર સાથે સામુહિક આપઘાત કરવાની વાત ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં તેણે નિર્લિપ્ત રાય દ્વારા ખોટા કેસમાં સંડોવાયો હોવાનો આરોપ લગાવ્યો હતો.

સમગ્ર પરિવાર આત્મહત્યા કરશે એવું જણાવ્યું
જુનાગઢમાં કાર્યવાહી દરમિયાન પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં BJP કોર્પોરેટરના પતિની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું. નોંધનીય છે કે આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધિરેન કારિયા પર ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. જોકે તેમણે વળતો જવાબ આપતા કહ્યું કે મને ફસાવવામાં આવી રહ્યો છે અને હું સમગ્ર પરિવાર સાથે આત્મહત્યા કરીશ. આ દરમિયાન તે જાણે પોલીસને ધમકાવતો હોય એવી રીતે વીડિયો બનાવતા ચકચાર મચી જવા પામી છે.

ધિરેન કારિયાએ કહ્યું…
હું મારા પિતાના શ્રાધમાં હતો અને મારા પર ખોટો કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. નિર્લિપ્ત રાયે મારા પર ખોટા કેસ કર્યા છે. જો તમારામાં તેવડ હોય તો મને મારી નાખો. હું કોઈના બાપથી ડરતો નથી. મારી પત્ની કોર્પોરેટર છે અને મેં ક્યારેય દુરૂપયોગ કર્યો નથી. હવે જોવા જઈએ તો હવે હું મારી ઘરવાળી સહિત આત્મહત્યા કરી લઈશ અને મારા છોકરાઓને પણ સુસાઈડ કરાવી દઈશું.

    follow whatsapp