વીરેન જોશી/લુણાવાડા: ચૂંટણી પહેલા વિવિધ સરકારી કર્મચારી સંગઠનો આંદોલનના માર્ગે સરકારનું નાક દબાવી રહ્યા છે. ત્યારે આ આંદોલનમાં હવે નગરપાલિકા અને પાલિકાના કર્મચારીઓ પણ સરકાર સામે બાયો ચડાવી છે. રાજ્યની 100થી વધુ નગરપાલિકા અને પાલિકાના કર્મચારીઓએ પડતર માગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જે અંતર્ગત લુણાવાડા પાલિતાના કર્મચારીઓએ પણ કામગીરીથી અળગા રહેતા લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. જોકે આ વચ્ચે ભાજપના જ નગર સેવકની એક પોસ્ટ વિવાદિત બની છે.
ADVERTISEMENT
નગર સેવકે જ કર્મચારીઓના સપોર્ટમાં પોસ્ટ કરી
લુણાવાડા પાલિકાના કર્મચારીઓએ પેન ડાઉન જાહેર કરી હડતાળલક્ષી કાર્યક્રમો જાહેર કર્યા છે. ત્યારે ભાજપના નગર સેવક જ ભાજપ શાસિત નગરપાલિકાના કર્મચારીઓની હડતાલના સમર્થનમાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. વોર્ડ નં.5ના નગર સેવક બિનિતાબેન દોશીએ સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીના ફોટા સાથે કર્મચારીઓની હડતાળને કારણે બંધ રહેનાર સેવાઓની જાહેરાત કરી છે. હડતાળથી પાણી, વીજળી, સફાઈ સહિતની પાલિકાની તમામ સેવાઓ બંધ રહેશેની જાહેરાત કરતા નગર સેવક વિવાદમાં આવ્યા છે. ભાજપની સરકાર, ભાજપ શાસિત પાલિકા અને ભાજપના જ સભ્ય પાલિકા કર્મચારીઓ સાથે હડતાળમાં જોડાયા હોય તેવું વલણ દાખવતા વિવાદ સર્જાયો છે.
પડતર માગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા
લુણાવાડા નગરપાલિકાના કર્મચારીઓએ પણ ચોક્કસ મુદતના હડતાલનું શસ્ત્ર ઉગામી સરકારી કામગીરીથી અળગા થયા છે. જેમાં 18 તારીખે લુણાવાડા નગરમાં અપાતો પાણી પુરવઠો રહશે બંધ, 19મી ઓક્ટોબરે સ્ટ્રીટ લાઈટ બંધ રહેશે. તેમજ 20 તારીખે સફાઈની કામગીરી બંધ રહેશે અને 21મી ઓક્ટોબરથી તમામ કામગીરી બંધ કરી સરકાર સામે લડત ચાલવામાં આવશે.
ADVERTISEMENT