અમદાવાદ: શહેરના નરોડા વોર્ડના ભાજપના (BJP) કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમા પટેલ (Vipul Patel) સામે મહિલા ઓફિસર સામે ગેરવર્તણૂક કરવાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ છે. મહિલા હેલ્થ ઓફિસરનો આરોપ છે કે, કોર્પોરેટરે જબરજસ્તી તેમનું મોઢું પકડીને પાણી ગંદુ પાણી પીવડાવ્યું અને ધમકી પણ આપી. સમગ્ર મામલે મ્યુનિ.ના કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને પગલે મોટો વિવાદ સર્જાયો છે.
ADVERTISEMENT
શું હતો મામલો?
મહિલા તબીબની ફરિયાદ મુજબ, નરોડા વોર્ડના કોર્પોરેટર વિપુલ પટેલના સંબંધી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે આવ્યા હતા. જ્યાં તેમના જરૂરી રિપોર્ટની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દરમિયાન કોર્પોરેટરના સંબંધીની મહિલા ઓફિસર સાથે બોલાચાલી થતા કોર્પોરેટર વિપુલ પટેલ કેટલાક કાર્યકર્તાઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. આરોપ છે કે, તેમણે મહિલા તબીબ સાથે ધક્કા મુક્કી કરી અને તેમનું મોઢું પકડીને જબરજસ્તી ગંદુ પાણી પીવડાવ્યું, સાથે જ ધમકી આપી કે આ વાત અહીંથી આગળ વધવી જોઈએ નહીં. તથા અન્ય મહિલા કર્મચારીઓને પણ ધમકી આપી હતી.
શહેર ભાજપના નેતાઓ દોડતા થયા
સમગ્ર મામલે AMCના અર્બન હેલ્થ સેન્ટરના મહિલા કર્મચારીઓએ કોર્પોરેટર વિપુલ પટેલને સસ્પેન્ડ કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ ચૂંટણી પહેલા આ પ્રકારનો મામલો સામે આવતા પક્ષની છબીને નુકસાન ન પહોંચે તે માટે શહેર ભાજપના નેતાઓ દોડતા થઈ ગયા હતા. ભાજપ શહેર પ્રમુખ અમિત શાહની આગેવાનીમાં મેયર, ડે.મેયર તથા ચેરમેન સહિતના આગેવાનોની મેરાથોન બેઠક યોજાઈ હતી. જેમાં લાંબી ચર્ચા વિચારણા બાદ 3 અધિકારીઓની કમિટિ બનાવી 8-10 દિવસમાં રિપોર્ટ સોંપાયા મુજબ પગલા લેવાનું નક્કી કરાયું હતું.
ADVERTISEMENT