અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ ગઈ. જોકે હવે 2023ના વર્ષમાં બે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાશે. જોકે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC રિઝર્વેશનની સમીક્ષા તથા તેનું પ્રમાણ નક્કી કરવા રાજ્ય સરકારે 6 મહિના અગાઉ જુલાઈમાં નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરી હતી, તેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. એવામાં રિપોર્ટ આવ્યા બાદ 2023માં ફેબ્રુઆરી મહિના બાદ આ ચૂંટણીઓ યોજાઈ શકે છે.
ADVERTISEMENT
ફેબ્રુઆરી બાદ ચૂંટણી યોજાઈ શકે
વર્ષ 2023માં ખેડા અને બનાસકાંઠાની બે જિલ્લા પંચાયતો, 17 તાલુકા પંચાયતોમાં જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે. આ સાથે 71 નગરપાલિકાઓમાં પણ સ્થાનિક વહીવટી તંત્રની ચૂંટણી યોજાવા જઈ રહી છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ રાજ્યમાં વસ્તીના આધારે ST, SC અને OBC રિઝર્વેશનનું પ્રમાણ 49 ટકાથી વધે નહીં તેમ નક્કી કરવામાં ન આવતા 2022માં 2400 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી ટાળી દેવાઈ હતી. ત્યારે હવે સરકારે રચેલા કમિશનની રિપોર્ટ બાદ આ ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી ફેબ્રુઆરી 2023 બાદ યોજાઈ શકે છે.
ફરી ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે જંગ!
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં જંપ લાવીને 5 સીટ અને 13 ટકા વોટ શેર મેળવનારી આમ આદમી પાર્ટી હવે સ્થાનિક ચૂંટણીઓમાં પણ જંપ લાવે તો નવાઈ નહીં. જો તે આ ચૂંટણીઓમાં પણ પોતાના જનપ્રતિનિધિઓને ઉતારશે તો વિધાનસભાની ચૂંટણી જેમ જ ફરી એકવાર ભાજપ, કોંગ્રેસ અને AAPનો ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે અને ચોક્કસ પણે ફરી એકવાર કોંગ્રેસ સાથે ભાજપના વોટમાં પણ ગાબડું પાડશે.
ADVERTISEMENT