અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ 156 સીટથી જીત થઈ છે. ઐતિહાસિક જીત બાદ ભાજપે નવી સરકાર બનાવવાની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. ગઈકાલે જ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાની સાથે 14મી વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું, ત્યારે આજે ગુજરાતના નવા મંત્રીમંડળના નિર્માણ માટે કેન્દ્રમાંથી ત્રણ મોટા નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
આ 3 કેન્દ્રિય નેતાઓ ધારાસભ્યોની બેઠકમાં આપશે હાજરી
ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળમાં કોને સમાવવા અને કોને નહીં તેના પર આજે ચર્ચા થશે. જેમાં ભાજપ દ્વારા રાજનાથ સિંહ, બી.એસ.યેદુરપ્પા અને અર્જુન મુંડાની નિરીક્ષક તરીકે જાહેરાત કરવામાં આવેલી છે. એવામાં આ ત્રણેય નેતાઓ આજે ગુજરાતમાં આવશે. ગુજરાતમાં આવીને આ નિરીક્ષકો પહેલા ધારાસભ્યોની બેઠકમાં હાજરી આવશે. નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે જ્યારે કેટલાક જૂના જોગીઓને પણ ફરીથી રિપીટ કરવામાં આવી શકે છે.
મંત્રીમંડળમાં 22 થી 23 સભ્યો હોવાની શક્યતા છે
નવી સરકારનું મંત્રીમંડળ 22થી 23 સભ્યોની હોવાની શક્યતા છે. ગુજરાત સરકારના નવામંત્રીમંડળમાં નવા અને જુના ચહેરાઓને સ્થાન મળી શકે છે. નવી સરકારમાં 10 કે 11 કેબિનેટમંત્રી અને 12થી 13 રાજ્યકક્ષાના મંત્રી બને તેવી શક્યતા છે. ગુજરાતમાં તમામ ઝોન, ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના તમામ વિસ્તારોમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળની રચના કરી શકે છે. જો કે કોઇ પણ ઝોન કે કોઇ પણ સમાજને નુકસાનની લાગણી ન દુભાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
નવા મંત્રીમંડળમાં આ લોકોને મળી શકે છે સ્થાન
નવામંત્રી મંડળમાં હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, ઋષીકેશ પટેલ, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, પંકજ દેસાઇ, પુર્ણેશ મોદી, બાલકૃષ્ણ શુક્લ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, કિરીટસિંહ રાણા, અલ્પેશ ઠાકોર, અમિત ઠાકર, વિનુ મોરડીયા, કૌશિક વેરિયા, ભગવાન બારડ, કનુ દેસાઇ, શંભુપ્રસાદ ટુંડિયા, ગણપત વસાવા, પીસીબરંડા, રમણલાલ વોરાનો સમાવેશ કરવામાં આવી શકે છે.
ભુપેન્દ્ર પટેલની સરકારના 19 મંત્રીઓ પાસ થઇ ચુક્યાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્રપટેલની સરકારના 25 મંત્રીઓ પૈકી 5 મંત્રીઓને તો ટિકિટ કપાઇ ગઇ હતી. જ્યારે 20 મંત્રીમાંથી 19 મંત્રી જીતી ચુક્યાં છે. જેમાંથી ઘણા મંત્રીઓને રિપિટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.
ADVERTISEMENT