મોરબીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી સહિત ભાજપ કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. મોરબી ખાતે AAPના આવા પ્રચારમાં ભાજપના ઝંડાવાળી એક ગાડી ધસી આવી હતી. AAPના ઉમેદવાર પંકજ રાણસરિયાએ આરોપ લગાવ્યા છે કે આ ગાડીથી તેમને કચડી નાખવા પ્રયાસ કરાયો છે. તથા ભાજપની આ ગાડીએ AAPની ગાડીઓના સાઈડ મિરર પણ તોડી નાખ્યા છે. આ અંગે AAPના કાર્યકરોએ પોલીસમાં ફરિયાદ અર્થે અરજી પણ કરી દીધી છે. જાણો સમગ્ર ઘટનાક્રમ….
ADVERTISEMENT
ડોર ટુ ડોર પ્રચારમાં BJPની ગાડી ધસી આવી..
ગુજરાત તક સાથેની વાતચીતમાં પંકજ રાણસરિયાએ જણાવ્યું કે AAPના કાર્યકર્તાઓ આસપાસના વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા હતા. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન અચાનક ભાજપના ઝંડાવાળી ગાડી અમારી પાસેથી પસાર થઈ. પંકજભાઈએ આરોપ લગાવ્યો છે કે આ ગાડીએ મને કચડી નાખવા પ્રયાસ કર્યો હતો. તથા ડોર ટુ ડોર પ્રચારમાં આમ આદમી પાર્ટીની 2 ગાડીના સાઈડ મિરર પણ તોડ્યાનો આક્ષેપ કરાયો છે.
સમગ્ર ઘટનાના CCTV વાઈરલ
આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયાએ વધુમાં કહ્યું કે અમારા પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે અચાનક પૂર ઝડપે ભાજપના ઝંડાવાળી ગાડી આવતા સોસાયટીવાળા પણ ચોંકી ગયા હતા. અમે તેમને ડોર ટુ ડોર પ્રચારમાં બધુ સમજાવી રહ્યા હતા. ત્યારે આ ગાડી ધસી આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સોસાયટીના ઓટલા પર ચઢી ગયા હતા.
ભાજપ હાર ભાળી ગઈ છે- AAPના કાર્યકર્તા
આમ આદમી પાર્ટીના ઉમેદવારે જણાવ્યું કે ભાજપ અત્યારે હાર ભાળી ગઈ છે. એના કારણે આવું કરી રહી હોય એમ લાગી રહ્યું છે. અમે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ અરજી કરી છે તથા સુરક્ષાની માગણી પણ કરી દીધી છે. આગળ AAPના કાર્યકર્તાઓ સાથે મળી ચર્ચા વિચારણા બાદ નિર્ણય કરીશું.
With Input: રાજેશ આંબલિયા
ADVERTISEMENT