BJP ના ઉમેદવાર હીરા સોલંકીએ કેમેરા સામે જ આપી ધમકી, વિડીયો થયો વાયરલ

હિરેન રવૈયા, અમરેલી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજ્યભરમાં રાજકીય માહોલ ગરમ છે. આ દરમિયાન ગુજરાતમાં નેતાઓ સભાઓ યોજી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ નેતાઓ સતત…

gujarattak
follow google news

હિરેન રવૈયા, અમરેલી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજ્યભરમાં રાજકીય માહોલ ગરમ છે. આ દરમિયાન ગુજરાતમાં નેતાઓ સભાઓ યોજી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ નેતાઓ સતત દિવસ રાત એક કરી રહ્યા છે. આ દરમિયાન અમરેલીના રાજુલમાં ભાજપના ઉમેદવાર હિરા સોલંકીનો વિવાદીત વિડીયો સામે આવ્યો છે. હીરા સોલંકી વિડિયોમાં ધમકી આપતા જોવા મળી રહ્યા છે. ગતે ખે છે કે એક વાત આપના ધ્યાન પર મૂકવાની છે, આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓને કોઈના બાપથી આ વખતે, કોઈના બાપથી બીતા નહી, અહી હીરા સોલંકી બેઠા છે.

ગુજરાતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો વિવાદીત વિડીયો વાયરલ થયો છે. જાફરાબાદની ગ્રામીણ સભામાં હીરા સોલંકીએ જોઈ લેવાની ધમકી આપતા કહ્યું કે, એક વાત આપના ધ્યાન પર મૂકવાની છે, આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓને કોઈના બાપથી આ વખતે, કોઈના બાપથી બીતા નહી, અહી હીરા સોલંકી બેઠા છે. ધાકધમકી આપવા વાળા નીકળ્યા છે ને એ બધાના ડબ્બા ગુલ કરી કરી નાખીશ, માહોલ ડહોળવા નીકળ્યા છે ત્યારે સમાજે ધ્યાન રાખવું પડે, તમે ખાલી જાફરાબાદનુ સાચવી લેજો, બાકી બધું મારા પર મૂકી દો. ભાજપ ખૂબ સારા મતે જીતવા જઈ રહ્યું છે, માહોલ ડહોળવાનો પ્રયત્ન જે કરતા હોય તેમને કરવા દેજો ચૂંટણી પછી ઈ છે ને હું છું.

અમરેલી જિલ્લામાં 1 ડિસેમ્બરે મતદાન 
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેચવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાને ઉતરી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે સુરતની 163 લિંબાયત બેઠક પર 44 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે મોરબી બેઠક પર 17 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે અમરેલી જિલ્લામાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે પરિણામ 8 ડીસેમ્બરના રોજ જાહેર થશે.

    follow whatsapp