ચૂંટણી પ્રચાર માટે નીકળેલા BJP મહિલા ઉમેદવારના કાફલામાં ડમ્પર ઘુસી ગયું, પછી…

અરવલ્લી: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવામાં તમામ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં…

gujarattak
follow google news

અરવલ્લી: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવામાં તમામ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ત્યારે અરવલ્લીના બાયડમાં ભાજપના મહિલા ઉમેદવાર મોટી દુર્ઘટના શિકાર બનતા રહી ગયા. ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારના કાફલામાં અચાનક ડમ્પર ઘુસી ગયું હતું, જોકે તેમનો ચમત્કારિક બચાવ થયો છે.

પ્રચાર માટે નીકળેલા કાફલમાં ટ્રક ઘુસી ગયો
બાયડમાં ભાજપના મહિલા ઉમેદવાર ભીખીબેન પરમામ કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર માટે ધૌલપુર જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધૌલપુર તરફ વળતા દરમિયાન એક ટ્રક તેમના પ્રચાર કાફલામાં ઘુસી ગઈ હતી. જોકે ટ્રક ચાલકે ટ્રકને સમજદારીથી જમણી તરફ વળાવી લેતા તે ખાડામાં જઈને પડી હતી. એવામાં ભીખીબેન અને તેમના સમર્થકોને આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો હતો, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

બાયડમાંથી ધવલસિંહની ટિકિટ કાપી ભીખીબેનને તક અપાઈ
નોંધનીય છે કે, ભાજપ દ્વારા આ વખતે બાયડની વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ટિકિટ કાપી નાખવામાં આવી છે. તેમના સ્થાને ભીખીબેન પરમારને ટિકિટ આપવામાં આવી હતી. જે બાદ નારાજ ધવલસિંહે અપક્ષથી ચૂંટણી લડવાની જાહેરાત કરી અને અપક્ષથી ફોર્મ ભર્યું હતું.

(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)

 

    follow whatsapp