અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં સૌથી મોટા રાજકીય મંચ સજી ગયો છે. અમદાવાદમાં યોજાયેલી ગુજરાત Tak બેઠકમાં વેજલપુરના ઉમેદવાર અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં માઈનોરિટીની વાત કરતી ભાજપ શા માટે 27 વર્ષથી કોઈ ભાજપે શા માટે કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી તે સવાલનો જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
ભાજપ નેતા અમિત ઠાકરે શું કહ્યું?
ભાજપ નેતા અમિત ઠાકરે કહ્યું કે, ભાજપનું સ્પષ્ટ માનવું છે કે દેશનું ઉત્થાન બધાને એક સરખા દેશના નાગરિક ગણવાથી થશે. કોઈનું તુષ્ટિકરણ કે વોટબેંકની રાજનીતિ કરવાથી આ દેશ વિશ્વ ગુરુના સ્થાન પર નહીં બેસી શકે. વોટ બેંકની રાજનીતિ કરનારા લોકોએ 70 વર્ષ દેશનું નુકસાન કર્યું છે તેટલું દુશ્મનોએ પણ નથી કર્યું. એટલે કે બહુ જ સ્પષ્ટ વાત છે કે ભાજપની દ્રષ્ટીએ આ 6.5 કરોડ ગુજરાતીઓ છે.
ગુજરાતમાં આજે શાંતિનું કારણ ભાજપ છે
તેમણે આગળ કહ્યું કે, જો મનમાં જ વોટબેંકનું પાપ હશે તો ગુજરાતો વિકાસ બાજુમાં હશે અને જે લોકો ખોટા ઈરાદાથી ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માગે છે, આર્થિક લાભ લેવા માટે છે સત્તા તેમના સામે સરેન્ડર થઈ જશે. નરેન્દ્રમોદીના આવતા પહેલા આ વોટબેંકની રાજનીતિનું જ પાપ હતું. 2002 પહેલા ગુજરાતમાં જિલ્લા જિલ્લાએ ગુંડાઓનું રાજ હતું. પરંતુ આજે ગુજરાતમાં શાંતિ છે એનું કારણ ભાજપ છે. ભાજપના નેતાના કિલોમીટરના રેડિયસમાં ગુંડો આવવાનું સપનું પણ નથી જોતું. સાથે જ તેમણે વિકાસની જ રાજનીતિ કરી રહી હોવાનું કહ્યું હતું.
ADVERTISEMENT