નર્મદા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પહેલા રાજનીતિમાં રોજે રોજ ગરમાવો આવી રહ્યો છે. એકબાજુ તમામ નેતાઓ પોત પોતાની પાર્ટી માટે મતદારો જઈને પ્રચાર કાર્યમાં લાગેલા છે, આ વચ્ચે ભાજપના ધારાસભ્યનો એક વિવાદિત વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં છોટા ઉદેપુરમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ધારાસભ્ય અભિસંગ તડવી ગામના મતદારોને ધમકાવી રહ્યા છે.
ADVERTISEMENT
વીડિયોમાં શું કહી રહ્યા છે ભાજપના ઉમેદવાર?
ભાજપે છોટા ઉદેપુરની સંખેડા બેઠક પરથી ફરી તેમના ધારાસભ્ય અભેસિંહ તડવીને ટિકિટ આપીને ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે અભેસિંહ તડવીનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધારાસભ્ય અભેસિંહ લોકોને કહી રહ્યા છે કે, કોઈના કીધે ચડી નહીં જવાનું. સમજ પડે છે ને જે બોલું છું તે? બધું કામ થશે ભાઈ. જોકે એક વ્યક્તિ સામે કહે છે કે, ધમકીથી નહીં કહેવાનું તો ધારાસભ્ય તેને ત્યાંથી તગેડી મૂકે છે. પછી કહે છે, તમારા આવાસનો પ્રશ્નનો નિકાલ થઈ ગયો. હું આવીશ આ ગામમાં. અનાજ મળ્યું છે અને તમે ખાધું છે, હવે ઋષ ચૂકવવાનો સમય આવ્યો છે ભાઈ. તમને જે યોગ્ય લાગે તે કરજો. મત નહીં મળે તો મને કંઈ ફરક પડવાનો નથી.
ભાજપમાં ટિકિટ માટે ભારે ખેંચતાણ
નોંધનીય છે કે, ભાજપના જ વર્તમાન ધારાસભ્ય અને ઉમેદવાર એવા અભેસિંહ તડવી મતદારો સાથેના આ વ્યવહારને લઈને અનેક તર્કવિતર્કો સર્જાઈ રહ્યા છે. ભાજપ દ્વારા આ વખતે ચૂંટણીમાં 39 જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપી નાખવામાં આવી છે. ઘણા નેતાઓ દ્વારા ટિકિટની માગણી કરાઈ હતી. જોકે ટિકિટ ન મળતા નેતાઓના નારાજ સમર્થકો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT