ખેડાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપે પણ ઉમેદવારોની 2 યાદી બહાર પાટી દીધી છે. અત્યારસુધી ભાજપે કુલ 166 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે અટકળો પ્રમાણે આજે રવિવારે ભાજપ વધુ ઉમેદવારોની જાહેરાત પણ કરી શકે છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ હતી. તેવામાં મહેમદાબાદ બેઠકને લઈને અસમંજસ દૂર થઈ ચૂકી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીંથી અર્જુનસિંહ ચૌહાણને ફોન આવી ગયો છે અને તેમની ટિકિટ લગભગ કંફર્મ હોવાની માહિતી મળી રહી છે.
ADVERTISEMENT
અર્જુનસિંહ ચૌહાણને આવ્યો ફોન…
ભાજપે મોડી રાત્રે જ્યારે ઉમેદવારોની પસંદગી કરી હતી ત્યારે તેમણે વિવિધ ઉમેદવારોનો ફોન કરીને ટિકિટ આપવા અંગે માહિતી આપી હતી. તેવામાં હવે અર્જુનસિંહ ચૌહાણને પણ આ અંતર્ગત ફોન આવ્યો હોવાની વાત સામે આવી છે. જેને લઈને મહેમદાબાદ બેઠક પરથી ટિકિટ કોને મળશે એનો સસ્પેન્સ દૂર થઈ ગયો છે.
અર્જુનસિંહ ચૌહાણને ફરીથી મેદાનમાં ઉતાર્યા
ઉલ્લેખનીય છે કે અર્જુનસિંહ ચૌહાણને બીજીવાર ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા તેમના પર વિશ્વાસ વ્યક્ત કરાયો છે અને ફરીથી ચૂંટણીના મેદાનમાં તેમને ઉતારવામાં આવ્યા છે. વર્ષ 2017માં ભાજપે આ બેઠક પરથી અર્જુનસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં જનતાએ પણ તેમને પસંદ કરી વિજયી બનાવ્યા હતા.
With Input: હેતાલી શાહ
ADVERTISEMENT