દિગ્વિજય પાઠકય/ભરુચ: સત્તા માટે કોઈ કોઈનું નથી હોતું. ભાઈ-ભાઈનો નથી અને પુત્ર પિતાનો નથી. આ માત્ર વાર્તા નથી પણ હકીકત છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ પક્ષોએ પોતાના અનેક ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધા છે. ભરૂચ જિલ્લામાં એક એવી બેઠક છે જ્યાં આ વખતે ચૂંટણીની જંગ રોચક જામશે. કારણ કે આ બેઠક પર બે સાગા ભાઈઓ સામસામે ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાંથી બે ભાઈઓ એકબીજા સામે ચૂંટણી લડશે.
ADVERTISEMENT
ભાજપ અને કોંગ્રેસને બે સગાભાઈઓને ટિકિટ આપી
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર વિધાનસભા બેઠક માટે ભાજપે વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોની યાદી પણ બહાર આવી છે, જેમાં ઈશ્વરસિંહ પટેલ સામે તેમના ભાઈ વિજયસિંહ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઈશ્વરસિંહ ઠાકુર ભાઈ પટેલ છેલ્લી ચાર ચૂંટણીથી ધારાસભ્ય બન્યા છે અને મંત્રી પણ રહી ચૂક્યા છે. અને તેમના ભાઈ વિજયસિંહ ઠાકુર ભાઈ પટેલ અગાઉ તેમની સાથે હતા.
6 મહિના પહેલા જ બંને ભાઈઓના સંબંધમાં તિરાડ પડી
તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, પરંતુ ગયા વર્ષે બંને ભાઈઓ વચ્ચે મામલો બગડ્યો હતો અને 6 મહિના પહેલા વિજયસિંહ પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. અને ગઈ કાલે રાત્રે કોંગ્રેસની યાદી આવી જતાં વિજયસિંહને ઉમેદવાર જાહેર કરાયા હતા. આ વખતે ભાજપે આ બેઠકમાંથી ઈશ્વરસિંહને રિપીટ કર્યા છે. હવે ભાઈ સામે ભાઈ ચૂંટણી પ્રચાર કરશે.
શું છે અંકલેશ્વરની બેઠકનું સમીકરણ?
અંકલેશ્વરની વિધાનસભા બેઠક પર જ્ઞાતિના આધારે સમીકરણ પર નજર કરીએ તો આ બેઠકમાં કોળી પટેલોનું વર્ચસ્વ છે અને આ બંને ભાઈઓ એક જ સમાજમાંથી આવે છે, પછી જોવાનું એ છે કે સમાજ તેનું વલણ કેવું લે છે.
ADVERTISEMENT