માણસાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની વિવિધ પાર્ટીઓ દ્વારા ધરખમ તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં વડાપ્રધાન મોદીથી લઈને કેન્દ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન અમિત શાહ પણ સતત રાજ્યમાં આવી રહ્યા છે, તથા ચૂંટણીલક્ષી કાર્યો તથા પ્લાનિંગ પર નજર રાખી રહ્યા છે. તેઓ અત્યારે ભાજપને વિજેતા બનાવવા માટે પોતાની કુશળ શૈલી પ્રમાણે રણનીતિ ઘડવામાં ભાજપની સહાય કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે રવિવારે અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસ પર છે. આ દરમિયાન 26 અને 27 તારીખ સુધી તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા પહોંચશે. આની સાથે અમિત શાહ માણસામાં સહપરિવાર માતાજીના દર્શન કરવા પહોંચશે. ત્યારપછી પોતાના મત વિસ્તારમાં અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.
ADVERTISEMENT
અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ પર રવિવારે આવવાના છે. ત્યારપછી 26 સપ્ટેમ્બરથી તેઓ પોતાના મતવિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારપછી બાવળાના APMC સંમેલનમાં હાજરી આપી અહીંથી ચૂંટણીલક્ષી કાર્ય કરવા આગે કૂચ કરશે. આની સાથે તેઓ ફતેવાડી કેનાલના પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનામાં સમાવેશ આભાર કાર્યક્રમમાં ભાગ લેશે.
અમિત શાહ માણસામાં પરિવાર સાથે પહોંચશે
ગાંધીનગરના કલોલ ખાતે અમિત શાહ 27 સપ્ટેમ્બરે કામદાર વીમા યોજનાની 150 બેડની હોસ્પિટલનું લોકાર્પમ કરશે. ત્યારપછી તાત્કાલિક તેઓ સહ પરિવાર માણસા જવા માટે રવાના થશે. અહીં તેઓ દર વર્ષે નવરાત્રીના પર્વ નિમિત્તે આવતા હોય છે. જ્યાં માતાજીની આરતી કરી તેઓ આશીર્વાદ લેતા હોય છે. નોંધનીય છે કે આ વખતે તેઓ પણ અમિત શાહ સહપરિવાર માતાજીની આરતી ઉતારશે.
ADVERTISEMENT