અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા દિવસોમાં જ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે રાજકીય પાર્ટીઓ પર આરોપ-પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા આજે ફરી એકવાર દિલ્હીની કેજરીવાલ સરકાર પર આરોપ કરવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે કેજરીવાલ સરકારે 7 વર્ષમાં 10 નવી એમ્બ્યૂલન્સ ખરીદી તેની સામે 29 વેચી દીધી.
ADVERTISEMENT
યજ્ઞેશ દવેએ વધુ એક ટ્વીટથી કર્યો આરોપ
ભાજપના સ્ટેટ મીડિયા કન્વિનર યજ્ઞેશ દવેએ આજે ટ્વીટ કરીને આક્ષેપ કર્યો છે કે, દિલ્હી સરકારે 2014થી 2022 સુધીમાં રોગી પરિવહનની 0 એમ્બ્યૂલન્સ ખરીદી અને 23659 રૂપિયામાં એક એમ જૂની 9ને ભંગારમાં વેચી દીધી. ICU એમ્બ્યૂલન્સ 10 ખરીદી અને જૂની 20ને પ્રત્યેક દીઠ 75,246 રૂપિયામાં વેચી દીધી. કુલ 10 નવી ખરીદી અને 29 વેચી દીધી. કેજરીવાલ ગુજરાતની સ્વાસ્થ્યની વાત કરે છે, શરમ કરો પહેલા દિલ્હી જુઓ!
છેલ્લા ત્રણ દિવસથી BJPનો AAP પર આક્ષેપ
નોંધનીય છે કે, ભાજપ નેતા યજ્ઞેશ દવે દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સતત RTI દ્વારા દિલ્હીની કેજરીવાલ સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલા તેઓ દિલ્હીમાં નોકરી આપવા વિશે તથા આયુષ્માન ભારત યોજના લાગુ ન કરવા વિશે RTI દ્વારા અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ કરી ચૂક્યા છે. ત્યારે આ વખતે હવે તેમણે દિલ્હીના હેલ્થ મોડલ વિશે પ્રહાર કરીને AAPને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT