BJPનો AAP પર વધુ એક ટ્વિટ બોમ્બ, દિલ્હીની સ્કૂલોને લઈને અરવિંદ કેજરીવાલ પર હવે શું આક્ષેપ કરાયો?

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે. ગઈકાલે AAP દ્વારા ભાજપના ઈશારે તેમના કાર્યકર્તા વિજય નાયરને ખોટી રીતે ધરપકડ કરાયાનો આક્ષેપ કરાયો…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે. ગઈકાલે AAP દ્વારા ભાજપના ઈશારે તેમના કાર્યકર્તા વિજય નાયરને ખોટી રીતે ધરપકડ કરાયાનો આક્ષેપ કરાયો હતો, ત્યારે હવે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ અરવિંદ કેજરીવાલ પર સણસણતો આક્ષેપ મૂક્યો છે.

ભાજપના નેતા યજ્ઞેશ દવેએ શું આરોપ લગાવ્યો?
દિલ્હીની સરકાર અને ગુજરાતની સરકાર વચ્ચે શિક્ષણના મુદ્દાને લઈને ચાલી રહેલા ટ્વિટર વોર વચ્ચે ભાજપ નેતા યજ્ઞેશ દવેએ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, RTI પર્દાફાસ, 2015 થી 2022 સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી. કોઈપણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈપણ શિક્ષક સાથે સંવાદ પણ નથી કર્યા અને તેના ધારાસભ્યોએ કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ નથી ફાળવી અને ગુજરાત આવીને હળહળતું જુઠ્ઠું…જુઓ રિપોર્ટ.

ગુજરાતની ચૂંટણીમાં શિક્ષણનો મુદ્દો
આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણીમાં શિક્ષણનો મુદ્દો સતત ઉછાળી રહી છે, અને 27 વર્ષમાં ભાજપ સરકારે શિક્ષણ મોંઘું કર્યું હોવાના આરોપ લગાવી ચૂકી છે. બીજી તરફ તે દિલ્હીની સરકારી સ્કૂલોને મોડલ બનાવી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે, ત્યારે ભાજપ દ્વારા આ મુદ્દે RTIથી ખુલાસો કરીને AAPને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

    follow whatsapp