કેજરીવાલની PCમાં ગાંધી-સરદાર ન દેખાતા ભાજપના પ્રહાર, ટ્વીટ કરીને શું કહ્યું, ગુજરાત…

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થતા જ અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ AAPના CM પદના ચહેરા સાથે આજે રોડ શો પણ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થતા જ અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ AAPના CM પદના ચહેરા સાથે આજે રોડ શો પણ કરવાના છે. જોકે કેજરીવાલના અમદાવાદ પહોંચતા પહેલા જ ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યો છે.

ભાજપના પ્રદેશ પ્રવક્તા ડો. યજ્ઞેશ દવેએ ટ્વીટ કર્યું છે કે, ગુજરાતીઓને ભોળવવા ગુજરાતી બોલનાર એ ભૂલી ગયા છે કે સરદાર પટેલ અને ગાંધીજી પણ ગુજરાતી હતા અને એક મુખ્ય પ્રધાન તરીકે નીતિ નિયમો અનુસાર પણ તેમની પાછળ ગાંધીજી અને સરદાર પટેલની તસ્વીર હોવી જોઈએ તે પણ ગાયબ છે. રેવડીને બધા ઓળખી ગયા છે ગાંધી-સરદારનું અપમાન કરનારને ગુજરાત માફ નહિ કરે.

ગાંધીજી અને સરદારની તસવીર ન હોવાથી ભાજપે કર્યા પ્રહાર
અરવિંદ કેજરીવાલે મોરબી દુર્ઘટના સમયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમની ઓફિસ બેઠા હોય છે. જેમાં તેમની પાછળ બાબા સાહેબ આંબેડકર અને શહીદ ભગતસિંહની તસવીર દેખાય છે. જોકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા સરદાર પટેલની તસવીર ન હોવાથી ભાજપ દ્વારા આ વાતને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા.

    follow whatsapp