નવી દિલ્હી: ભારતમાં બોટલ્ડ વોટરની સૌથી લોકપ્રિય બ્રાન્ડ બિસ્લેરીના ટાટા ગ્રુપ સાથેનો સોદો અટકી ગયો છે. આ ડીલ લગભગ 1 બિલિયન ડોલરમાં થવાની હતી અને તેને ફાઇનલ કરવામાં આવી રહી હતી. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે કેટલાક કારણોસર બંને પક્ષો વચ્ચેની વાતચીત હાલ અટકી ગઈ છે. ટાટાએ ગયા વર્ષે રમેશ ચૌહાણની આગેવાની હેઠળની પેકેજ્ડ વોટર કંપની બિસલેરી ઈન્ટરનેશનલ સાથે આ ડીલ કરી હતી.
ADVERTISEMENT
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, ટાટા જૂથ બિસ્લેરીમાં હિસ્સો હસ્તગત કરવા માટે વાટાઘાટ કરી રહ્યા હતા તે પછી બંને પક્ષો ટ્રાન્ઝેક્શન સ્ટ્રક્ચરને અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે કંપનીના વેલ્યુએશનને લઈને ડીલ અટકી ગઈ છે. રિપોર્ટ અનુસાર, રમેશ ચૌહાણને તેમની કંપની બિસ્લેરીના ટાટા ગ્રૂપ સાથેના સોદામાંથી 1 બિલિયન ડોલર મળવાની આશા હતી, પરંતુ વેલ્યુએશનને લઈને ટાટા-બિસ્લેરીની વાટાઘાટો ફાઈનલ થઈ રહી નથી. રિપોર્ટમાં નામ ન આપવાની શરતે આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું છે કે આ ડીલને લઈને ટાટા અને બિસ્લેરી વચ્ચે ફરી ચર્ચા શરૂ થઈ શકે છે. એટલું જ નહીં આ ડીલમાં અન્ય સંભવિત દાવેદારોના નામ પણ સામે આવી શકે છે. જો કે હાલમાં આ મુદ્દે બંને કંપનીઓ તરફથી કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.
4 લાખમાં ખરીદી હતી કંપની
બિસ્લેરીના ઈતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1969માં તેને ચૌહાણ બિઝનેસ પરિવારે ઈટાલિયન કંપની પાસેથી માત્ર 4 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે 2022માં ટાટા ગ્રૂપ સાથે તેની ડીલ અંદાજે એક અબજ ડોલરમાં થઈ હતી. બિસલેરી પાણી એક સમયે કાચની બોટલોમાં વેચાતું હતું અને આજે દેશમાં પેકેજ્ડ વોટર માર્કેટ 20,000 કરોડ રૂપિયાથી વધુ છે. તેમાંથી 60 ટકા અસંગઠિત છે. સંગઠિત બજારમાં બિસ્લેરીનો હિસ્સો લગભગ 32 ટકા છે.
આ પણ વાંચો: Adaniના શેર ફરી રોકેટ બન્યા, 5 શેરોમાં અપર સર્કીટ લાગતા 24 કલાકમાં આટલી સંપત્તિ વધી ગઈ
આ કારણે વેચવામાં આવી કંપની
વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આજે બિસ્લેરીના દેશમાં 122 થી વધુ ઓપરેશનલ પ્લાન્ટ છે. જ્યારે તે સમગ્ર ભારતમાં લગભગ 5,000 ટ્રકો સાથે 4,500 થી વધુ ડિસ્ટ્રિબ્યુટર નેટવર્ક ધરાવે છે. નવેમ્બર 2022 માં એક ઇન્ટરવ્યુ દરમિયાન, બિસ્લેરીના પ્રમુખ રમેશ ચૌહાણે કંપની વેચવાનું મુખ્ય કારણ જણાવ્યું હતું. 82 વર્ષીય રમેશ ચૌહાણે કહ્યું હતું કે ખરાબ તબિયત સિવાય બીજા પણ ઘણા કારણો છે જેના કારણે બિસલેરી ડીલનો અંત આવ્યો છે. રિપોર્ટ અનુસાર કંપનીને આગળ લઈ જવા માટે તેમની પાસે કોઈ અનુગામી નથી. તેમની પુત્રી અને બિસ્લેરીના વાઇસ-ચેરપર્સન જયંતિ પણ બિઝનેસમાં બહુ ઉત્સુક નથી. જેના કારણે બિસલેરી વેચવાની તૈયારીઓ કરવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT