અમદાવાદ: ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી સતત વિવાદમાં ફસાયેલા રહે છે. આ દરમિયાન ગોપાલ ઇટાલિયાના ઘરે દીકરીનો જન્મ થતાં તેમણે ભાવનાત્મક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ADVERTISEMENT
ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર પર પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, ગઈકાલે ખોડિયાર માતાજી અને ઉમિયા માતાજીના દર્શન કર્યા બાદ ગઈકાલે રાત્રે મને માતાના આશીર્વાદ મળ્યા અને મારા ઘરે લક્ષ્મીજી સ્વરૂપની પુત્રીનો જન્મ થયો.પ્રિય પુત્રી, આ સુંદર દુનિયામાં અને મારા પરિવારમાં ખૂબ જ સ્વાગત છે. દીકરીને આપ સૌના આશીર્વાદ મળે તેવી પ્રાર્થના.
ખોડલધામમાં લીધા માતાના આશીર્વાદ
ગોપાલ ઈટાલિયા છેલ્લા ઘણા દિવસોથી વાઈરલ વીડિયો વિવાદમાં ફસાયા છે. આ દરમિયાન દિલ્હીમાં પૂછપરછ બાદ તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચી ગયા હતા. જ્યાંથી ઈટાલિયા ખોડલધામ પહોંચ્યા હતા અને ખોડીયાર માતાના આશીર્વાદ લીધા હતા. ખોડલધામ ખાતે ગોપાલ ઈટાલિયાએ દર્શન કર્યા બાદ કહ્યું કે મને માતાનાં આશીર્વાદ જ લેવા હતા. એના માટે જ હું આવ્યો હતો.
ADVERTISEMENT