રિષભ પંતના સ્વાસ્થય અંગે સૌથી મોટી અપડેટ, વધારે એક ઓપરેશન

મુંબઇ : કાર અકસ્માતમાં ઘાયલ ભારતીય સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની હાલ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સધન સારવાર ચાલી રહી છે. જો કે હાલ તેની તબિયત વિશે…

gujarattak
follow google news

મુંબઇ : કાર અકસ્માતમાં ઘાયલ ભારતીય સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની હાલ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સધન સારવાર ચાલી રહી છે. જો કે હાલ તેની તબિયત વિશે સમગ્ર દેશ ચિંતિત છે. ત્યારે પંતની હેલ્થ અંગે મોટા સમાચાર આવ્યા છે. રિષભ પંતની સર્જરી થઈ છે. આ ઓપરેશન બાદ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન પંતનો રિસ્પોન્સ સારો છે. જેથી ટુંક જ સમયમાં તે ફરીથી ફિટ એન્ડ ફાઇન થઇ જશે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સર્જરી જમણા પગના ઘૂંટણ પરના લિગામેન્ટ પર કરવામાં આવી હતી. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ રિષભ પંતની આ સર્જરી શુક્રવારે થઈ ચુકી છે. આ ઓપરેશન ડો.દિનશા પદરીવાલાએ કર્યું હતું. આ સર્જરી બાદ હવે રિષભ પંતને લગભગ 3 થી 4 દિવસ સુધી સતત ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

રિષભ પંતનું આ ઓપરેશન લગભગ 3 કલાક ચાલ્યું હતું. ઋષભ પંત સારવાર બાદ સારું અનુભવી રહ્યો છે.કાર અકસ્માત બાદ ઋષભ પંતને માથા, પીઠ, પગ, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ગંભીર ઈજાઓ થઈ હતી. અત્રે નોંધનીય છે કે, તેની સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી. જો કે ત્યાંથી તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા (BCCI) પંતને એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

    follow whatsapp