ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, BTPના પૂર્વ MLA મહેશ વસાવા જોડાયા ભાજપમાં

Lok Sabha Election 2024: ગુજરાત લોકસભાની તમામ બેઠકો પર જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી તડામાર તૈયારી કરી રહી છે.

આદિવાસી પટ્ટામાં ભાજપનો 'માસ્ટર સ્ટોક'

Lok Sabha Election 2024

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાયા

point

ગાંધીનગર કમલમ ખાતે મહેશ વસાવાએ ધારણ કર્યો ખેસ

point

મોટી સંખ્યામાં સમર્થકો પણ ભાજપમાં જોડાઈ ગયા

Lok Sabha Election 2024: ગુજરાત લોકસભાની તમામ બેઠકો પર જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી તડામાર તૈયારી કરી રહી છે. ભાજપનું 'ઓપરેશન લોટ્સ' એવી રીતે ખીલ્યું છે કે તેને લગભગ કોંગ્રેસને ખાલી કરી નાખ્યું હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે. કારણ કે એક બાદ એક અનેક ઝટકાઓ કોંગ્રેસને લાગ્યા બાદ હવે ભાજપની નજર આદિવાસી પટ્ટા પર છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ BTPના ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા આદિવાસી સુપ્રીમો અને પિતા છોટુ વસાવાની છાવણી છોડીને PM મોદીની વિચારધારાથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. 

મહેશ વસાવાએ ધારણ કર્યો ભાજપનો ખેસ 

મહેશ વસાવાએ આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો કેસરી ખેસ ધારણ કરીને પાર્ટીમાં એન્ટ્રી કરી છે.  ગાંધીનગરમાં કમલમ ખાતે મહેશ વસાવાની સાથે-સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. 

ભાજપનો માસ્ટર સ્ટોક

લોકસભાની ચૂંટણી લઈ ભાજપે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. કારણ કે મહેશ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના (Dediapada) માજી ધારાસભ્ય છે. 

મહેશ વસાવાથી પિતા છોટુ વસાવા નારાજ

મહેશ વસાવાના પિતા છોટુ વસાવાની દિગ્ગજ આદિવાસી નેતા તરીકે ગણતરી થયા છે. તેઓ ગુજરાતના ટ્રાયબલ બેલ્ટની નેતાગીરીમાં મોટું નામ અને પ્રભુત્વ ધરાવે છે. આ બેલ્ટ પર છોટુ વસાવાનું એકહથ્થુ રાજ રહ્યું છે. પરંતુ હવે દીકરા મહેશ વસાવાના ભાજપમાં જોડાતા છોટુ વસાવામાં નારાજગી જોવા મળી રહી છે. 


 

    follow whatsapp