Aditya L1 Mission: ISROએ સૂર્ય મિશનને લઈને આપ્યું મોટું અપડેટ, આ દિવસે L1 પોઈન્ટ પર પહોંચશે આદિત્ય L-1

Aditya L1: ભારતના પ્રથમ સૌર મિશન ‘આદિત્ય એલ1’ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે શુક્રવારે જણાવ્યું…

gujarattak
follow google news

Aditya L1: ભારતના પ્રથમ સૌર મિશન ‘આદિત્ય એલ1’ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે શુક્રવારે જણાવ્યું કે, આદિત્ય એલ ‘આદિત્ય L1’ 6 જાન્યુઆરીએ L1 પોઈન્ટ (લેગ્રાંગિયન પોઈન્ટ)માં પ્રવેશ કરશે. તેમણે કહ્યું કે ‘આદિત્ય એલ1’ કેટલા વાગ્યે L1 પોઈન્ટમાં પ્રવેશ કરશે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ મિશનને ઈસરોએ 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC)થી લૉન્ચ કર્યું હતું.

6 જાન્યુઆરીએ L1 પોઈન્ટમાં પ્રવેશ કરશે

ISROના ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, આદિત્ય L1 6 જાન્યુઆરીએ L1 પોઇન્ટમાં પ્રવેશ કરશે. જ્યારે તે L1 પોઈન્ટ પર પહોંચશે, ત્યારે અમારે ફરી એકવાર એન્જિન ચાલુ કરવું પડશે જેથી તે આગળ ન વધે. આદિત્ય L1 તે બિંદુ સુધી જશે અને એકવાર જ્યારે આદિત્ય L1 તે બિંદુ સુધી પહોંચી જશે, ત્યારે તે તેની ચારેય બાજુ ફરવા લાગશે L1 પર ફસાઈ જશે.

ભારત ભવિષ્યમાં બનવા જઈ રહ્યો છે શક્તિશાળી દેશ

ઈસરોના વડાએ કહ્યું કે, જ્યારે આદિત્ય L1 તેના ગંતવ્ય પર પહોંચી જશે, ત્યારે તે આગામી 5 વર્ષ સુધી સૂર્ય પર થવા જઈ રહેલી વિવિધ ઘટનાઓને શોધવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, ભારત ભવિષ્યમાં ટેકનોલોજીને લઈને શક્તિશાળી દેશ બનવા જઈ રહ્યો છે.

શું છે આ મિશનનો ઉદ્દેશ્ય?

આ મિશનનો ઉદ્દેશ્ય સૂર્યનો અભ્યાસ કરવાનો છે. સાથે જ સૂર્યમાંથી નીકળતા પ્રકાશ અને ઊર્જા સહિત ઘણા ગતિશીલ પરિવર્તન અને વિસ્ફોટક ઘટનાઓ વિશે માહિતી એકત્રિત કરવાની રહેશે.

 

 

    follow whatsapp