અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે . ત્યારે ચૂંટણી જાહેર થતાંની સાથે જ તોડ જોડણી રાજનીતિએ વેગ પકડ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામા બાદ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ચૂંટણી લડવા અંગે કહ્યું કે હું સિદ્ધપુરથી જ ચૂંટણી લડીશ અપક્ષ નહીં લડું .
ADVERTISEMENT
કમલમ કોલ સેન્ટર બની ગયું છે
જયનારાયણ વ્યાસે કહ્યું કે, “પાર્ટીમાં રહેવું સહ્ય ન હતું. પાર્ટીની અંદર ઘણી લોબીઓ છે જે તમારા જ લોકો વિરુદ્ધ કામ કરી રહી છે. મને રાજ્યના નેતૃત્વ તરફથી ખાતરી મળી છે પણ હું ફરિયાદ કરી શકતો નથી. કમલમ એ કોલ સેન્ટર છે .
અપક્ષ નહીં લડે ચૂંટણી
ભાજપથી નારાજ થઈ અને પક્ષ માંથી રજીનામુ આપનાર જયનારાયણ વ્યાસ અપક્ષ માંથી ચૂંટણી નહીં લડે તેને કહ્યું કે, “હું માત્ર સિદ્ધપુરથી જ ચૂંટણી લડીશ. હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ નહીં પરંતુ ચોક્કસ રાજકીય પક્ષમાં જોડાવા અને સિદ્ધપુરથી ચૂંટણી લડવાનો પ્રયાસ કરીશ. હું મારા કાર્યકરોની સલાહ લઈશ અને ટૂંક સમયમાં નિર્ણય લઈશ.
ત્રણ દાયકાથી રાજકારણમાં સક્રિય
ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ 2007 થી 2012 દરમિયાન સીએમ નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મંત્રી હતા. જય નારાયણ વ્યાસની 32 વર્ષની રાજકીય કારકિર્દી છે . સાત વખત તેઓ ચૂંટણી લડ્યા, 4 વખત જીત્યા.
મોદી વિરુદ્ધ બોલનાર નેતા
વ્યાસ મોદી વિરુદ્ધ અવાજ ઉઠાવનાર નેતા તરીકે જાણીતા છે. લાઈવ ટીવી ડિબેટ દરમિયાન પણ તેઓ ખુલ્લેઆમ મોદી વિરુદ્ધ બોલતા હતા. 2007 થી 2012 સુધી તેઓ કેબિનેટ મંત્રી હતા. 2012ની ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પરથી કોંગ્રેસના બળવંતસિંહ રાજપૂત સામે હારી ગયા હતા. 2007માં વ્યાસે આ જ બેઠક પરથી રાજપૂતને હરાવ્યા હતા. 2012માં હાર્યા બાદ વ્યાસે મીડિયાને જણાવ્યું હતું કે ભાજપે જ તેમની વિરુદ્ધ પ્રચાર કર્યો હતો અને તેથી તેઓ હારી ગયા હતા.
કોંગ્રેસના નેતા સાથે કરી હતી મુલાકાત
જયનારાયણ વ્યાસે અમદાવાદના સર્કિટ હાઉસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી. ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. AAP દ્વારા પણ તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT