અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિધાનસભા વિસ્તારમાં સભાઓ ગુંજવા લાગી છે. ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં સતત પ્રવાસ કરવા લાગ્યા છે. વિવિધ જ્ઞાતી અને પક્ષોના સંમેલનો થવા લાગ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન યોજાયુ હતું. જેમા કોંગ્રેસના અન્ય ધારાસભ્યો અને જીલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા પણ આ સંમેલનમાં હજાર રહ્યા હતા અને ટિકિટ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
ધારાસભ્ય લલીત વસોયા કોંગ્રેસ સાથે ગમે ત્યારે છેડો ફાડી શકે અને અન્ય પક્ષમાં જોડાય તેવી સંભાવના ઓ છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય લલીત વસોયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અન્ય કોંગ્રેસના ધારાસભ્ય સાથે ભાજપમાં ભળશે. આ વચ્ચે કોંગ્રેસ ધારાસભ્ય લલીત વસોયાએ ભયાવદરમાં જાહેરમંચ પર આપેલા નિવેદને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ કાર્યકરોનું સંમેલનમાં લલીત વસોયાએ કહ્યું હતું કે, ઉપલેટા ધોરાજી વિસ્તારમા હાલ નવ લોકો ટિકિટના દાવેદાર છે. જે પૈકી એક ઉમેદવાર લલિત વસોયા પણ છે. પાર્ટી જે કંઈ નિર્ણય કરે તેની સાથે હું સહમત છું. 2017 મા પાર્ટીએ મને ટીકીટ આપી હતી. આ વખતે કદાચ કોઈ અન્યને ટીકીટ આપશે તો હું કાર્યકર્તા તરીકે કામ કરીશ
ફરી છલકાયો ભાજપ પ્રેમ
લલિત વસોયા કોંગ્રેસમાં રહેશે કે નહીં અથવા જો રહેશે તો કોંગ્રેસ પક્ષ ટીકીટ આપશે કે નહી તે એક પ્રશ્ન છે. લલીત વસોયા અનેક વખત ભાજપના ધારાસભ્ય સાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા છે. બે દિવસ પહેલા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ફરીવાર ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા. ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં લલિત વસોયાનો ફરીવાર ભાજપ પ્રેમ જોવા મળ્યો હતો. લલિત વસોયા સાથે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જોવા મળ્યા હતા.
આ પહેલા પણ લલિત વસોયા અનેક વખત ભાજપના ધારાસભ્ય અને સાંસદ સભ્ય સાથે જોવા મળી ચુક્યા છે. સોશિયલ મીડિયાની પોસ્ટ હોય કે પોતાના વિસ્તારના બેનર હોય લલીત વસોયાના બેનરમાં કોંગ્રેસનો લોગો હવે જોવા નથી મળતો. જોએ ભાયાવદરના સંમેલનમાં લલીત વસોયાએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો.
ADVERTISEMENT